મલયાલમ અભિનેત્રી રેવતી સંપતે સિદ્દીકી સામે ખોલ્યો મોરચો, કહ્યુ - 'પહેલા કોઈએ ન આપ્યો સાથ, હવે પુરાવા સાથે રેડી

Malayalam Actress Revathi Sampat: જસ્ટિસ હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ સિનેમાને લઈને વિવાદ વધી રહ્યો છે. મહિલાઓના ઉત્પીડનના આરોપો વચ્ચે, મલયાલમ અભિનેત્રી રેવતી સંપતે વરિષ્ઠ અભિનેતા અને AMMA (એસોસિએશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ)ના જનરલ સેક્રેટરી સિદ્દીકી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

અભિનેત્રીના આરોપો વચ્ચે સિદ્દીકીએ એમએમએના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેની પાસે તમામ પુરાવા છે. કેરળ સરકારે જસ્ટિસ હેમા કમિશનનો રિપોર્ટ સાર્વજનિક કર્યા બાદ નવો વિવાદ સામે આવ્યો છે. જેના કારણે ફરી એકવાર મલયાલમ સિનેમા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Revathi Sampat

વાસ્તવમાં, અભિનેત્રી રેવતી સંપતે દાવો કર્યો છે કે વરિષ્ઠ અભિનેતા અને AMMA મહાસચિવ સિદ્દીકીએ તેનું યૌન શોષણ કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા અભિનેત્રી રેવતી સંપતે કહ્યું, "મેં મદદ માંગી હતી પરંતુ મને કોઈ સમર્થન મળ્યું ન હતું. મલયાલમ સિનેમામાં મને મદદ કરવાવાળું કોઈ નહોતું. પરંતુ એવું નથી કે મેં તેની સામે કાયદાકીય પગલાં લીધા નથી, મેં એકવાર પ્રયાસ કર્યો પરંતુ જ્યારે મારુ કોઈએ સાંભળ્યુ નહિ ત્યારે હું બીજી વખત ફરિયાદ કરવાની હિંમત કરી શકી નહીં. આવા સમયે લોકો માત્ર આશ્વાસન આપે છે, સુરક્ષા નહીં. પરંતુ જો અમારે અમારા સપનાની કિંમત ચૂકવવી ન પડે, તો હું તમામ પુરાવા સાથે આગળ આવવા તૈયાર છું, મેસેન્જર અને વોટ્સએપ પરના સંદેશા હાજર છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X