ફિલ્મ જગતમાંથી ફરી આવ્યા માઠા સમાચાર, આ અભીનેત્રીનું થયું નિધન

મરાઠા ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મુંબઈ : મરાઠા ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કોરોના વાયરસના સંક્રમણમાંથી લગભગ સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત બગડી હતી. તેમણે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં ડોક્ટર્સની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

58 વર્ષની વયે થયું અવસાન

58 વર્ષની વયે થયું અવસાન

માધવી 58 વર્ષની હતી. હાલમાં જ તે ફેમસ સીરિયલ 'અનુપમા'માં જોવા મળી હતી, જેમાં તેણે રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવી હતી.

હવે 'અનુપમા'ના કોસ્ટાર્સે માધવીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સહ-અભિનેત્રીઓ રૂપાલી ગાંગુલી અને અલ્પના બુચે લખ્યું કે, તે એક પીઢ મરાઠી અભિનેત્રી હતી. અમને હજૂ પણમાનવામાં નથી આવી રહ્યું કે, તે હવે અમારી વચ્ચે નથી રહી.

સહ-અભિનેત્રીઓમાં ફેલાયો શોક

સહ-અભિનેત્રીઓમાં ફેલાયો શોક

કો-સ્ટાર અલ્પના બૂચે લખ્યું કે, "અમે તમને યાદ કરીશું માધવી જી... અમને છોડીને તમે કેવી ચાલ્યા ગયા". દિગવંત અભિનેત્રી સાથેનો ફોટો શેર કરતા અલ્પનાએલખ્યું કે, માધવી જી આ ન બની શકે... અમે અનુપમાના સેટ પર તમને યાદ કરીશું... તમારી સુંદર સ્મિત.. મીઠો અવાજ.. હાસ્ય... અમે બધા તમને યાદ કરીશું."

કોસ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માધવી ગોગટેનો ફોટો પણ શેર કર્યો હતો.આ સાથે અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રૂપાલી ગાંગુલી ખૂબ જ દુઃખી છે. કારણ કે, આશોમાં માધવી ગોગટેએ કાંતા જોશીની ભૂમિકા ભજવી હતી. ભાવેશની માતાની ભૂમિકા ભજવી હતી. આ શો હાલમાં ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં ટીવી પર આવશે.

ઘણા હિન્દી શોમાં પણ કામ કર્યું

ઘણા હિન્દી શોમાં પણ કામ કર્યું

માધવીની વાત કરીએ તો, તેણે ઘણા હિન્દી ટીવી શોમાં પણ કામ કર્યું છે જેમ કે - 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા'. તે ઘણા વર્ષોથીઇન્ડસ્ટ્રીમાં હતી. તે મરાઠી ફિલ્મ ઘનચક્કરથી પ્રખ્યાત થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X