બજાતે રહોમાં નાગિન ડાન્સ કરશે મરિયમ ઝકરિયા
મુંબઈ, 25 જૂન : શ્રીરામ માધવન દિગ્દર્શિત એજંટ વિનોદ ફિલ્મમાં એક દૃશ્ય તતા એક ગીતમાં નજરે પડેલા ઈરાની બ્યૂટી મરિયમ ઝકરિયા બજાતે રહો ફિલ્મમાં નાગિન ડાન્સ કરશે.

મરિયમ જોકે એજંટ વિનોદમાં પણ આયટમ સૉંગ દિલ મેરા મુફ્ત કા... કરી ચુક્યાં છે, પરંતુ તે ગીતને કરીના કપૂરના ગીત તરીકે પ્રચારિત કરાયુ હતું, જ્યારે હકીકતમાં આ ગીત મરિયમ અને કરીના બંને ઉપર ફિલ્માવાયું હતું. આ ગીતમાં મરિયમની નૃત્ય શૈલી કરીના કપૂર કરતાં વધુ આકર્ષક અને માદક હતાં. તેથી મરિયમને પ્રભુ દેવા દિગ્દર્શિત અને અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હા અભિનીત રાઉડી રાઠોડમાં પણ એક આયટમ ગીત માટે સાઇન કરાયા હતાં.
હવે મરિયમ ઝકરિયા બજાતે રહો ફિલ્મમાં નાગિન ડાન્સ કરીને લોકોને ડોલાવશે. શશાંત શાહ દિગ્દર્શિત બજાતે રહો ફિલ્મમાં તુષાર કપૂર, વિશાખા સિંહ, રવિ કિશન, વિનય પાઠક, કમલેશ ગિલ તથા રણવીર શૌરી, ડૉલી અહલુવાલિયા જેવા કલાકારો છે. ઇરોઝ ઇંટરનેશનલ તથા મલ્ટી સ્ક્રીન મીડિયા મોશન પિક્ચર્સ નિર્મિત આ ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
