For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીના ગુપ્તાની દીકરી મસાબા પ્રેમી સાથે પહોંચી માલદીવ, ફોટો અને વીડિયોમાં દેખાયો બોલ્ડ અંદાજ

મસાબા તેના કથિત બોયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા સાથે રજાઓ માણવા માલદીવ પહોંચી ત્યારે બંનેના રિલેશનશિપમાં હોવાની અટકળોએ જોર પકડ્યુ હતુ.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાની એક્ટ્રેસ અને ફેશન ડિઝાઈનર દીકરી મસાબા ગુપ્તા હાલમાં પોતાના અફેરને કારણે ચર્ચામાં છે. જ્યારે તે તેના કથિત બોયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા સાથે રજાઓ માણવા માલદીવ પહોંચી ત્યારે બંનેના રિલેશનશિપમાં હોવાની અટકળોએ જોર પકડ્યુ હતુ. તમને જણાવી દઈએ કે સત્યદીપ મિશ્રા અને મસાબા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેઓએ હજુ સુધી પોતાના સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી નથી. અગાઉ મસાબાએ મધુ મંટેના સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સત્યદીપે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે લગ્ન કર્યા હતા.

ડિઝાઈનર મસાબાનો બોલ્ડ અવતાર દેખાયો

ડિઝાઈનર મસાબાનો બોલ્ડ અવતાર દેખાયો

ડિઝાઈનર મસાબાએ ઈન્સ્ટા પર અનેક રંગીન સ્વિમ ડ્રેસમાં નવી તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં મસાબા બહુરંગી સ્વિમવેરમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. બીજી તસવીરમાં તે બીચ પર બોલ્ડ બ્લુ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ત્રીજી તસ્વીરમાં તે એક આકર્ષક નઝારા વચ્ચે યોગ કરી રહી છે. પોસ્ટ શેર કરતા તેણે લખ્યુ, 'સ્વિંગિંગ ઈન ધ હોરિઝન'.

મસાબાએ શેર કર્યો વીડિયો

મસાબાએ એક વીડિયો શેર કર્યો જેમાં તે સત્યદીપ અને મિત્રો સાથે માલદીવમાં સ્નૉર્કલિંગ કરવા ગઈ હતી. કેપ્શનમાં તેણે લખ્યુ, 'એક બ્લેક ટીપ રીફ શાર્ક અને તેની નીચે 100 મિલિયન રંગો અને અમારી સાથે એક મહાન દરિયાઈ જીવવિજ્ઞાની હતા.

સત્યદીપ મિશ્રાએ શેર કરી રીલ

વળી, અભિનેતા સત્યદીપ મિશ્રાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રીલ શેર કરી છે, જેમાં તે અને મસાબા તેમના મિત્રો સાથે જોવા મળે છે. જેમાં મસાબા અન્ય મિત્રો સાથે તેમની સાથે જોવા મળે છે. જો કે આ વીડીયોમાં મોટાભાગના ફોટા મસાબાના છે.

મસાબાનુ કરિયર

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મસાબા છેલ્લે મસાબા મસાબાની બીજી સિઝનમાં જોવા મળી હતી, જેમાં તેની વાસ્તવિક જીવનની અભિનેત્રી માતા નીના ગુપ્તા તેની માતાની ભૂમિકામાં હતી. બીજી તરફ સત્યદીપ મિશ્રા ટૂંક સમયમાં સૈફ અલી ખાન અને રિતિક રોશન અભિનીત વિક્રમ વેધામાં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

English summary
Masaba Neena Gupta reached Maldives with Rumoured boyfriend, bold video and photo viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X