ટૂંક સમયમાં પડદા પર જોવા મળશે મસ્તી-3?
'ગ્રાંડ મસ્તી'માં જોવા મળેલી સોનાલી કુલકર્ણીએ એ તરફ ઇશારો કરી દિધો છે કે ફિલ્મના નિર્માતા પહેલાંથી જ આ શ્રેણીની ત્રીજી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.
સોનાલી કુલકર્ણીએ શનિવારે અહી ગ્લોબોલી ઇન્ડિયા એવોર્ડ દરમિયાન કહ્યું હતું કે 'દર્શકો દ્વારા ફિલ્મના આગામી ભાગ માટે પૂછવું ફિલ્મકારની સૌથી મોટી પ્રશંસા છે. મને વિશ્વાસ છે કે ફિલ્મકાર તેને સાંભળી રહ્યાં છે. નિશ્વિતપણે પાર્ટ 3 બનાવવાની ભૂમિકા શરૂ થવી જોઇએ.'
શું તે પાર્ટ 3માં ભાગ લેશે? આ મુદ્દે સોનાલી કુલકર્ણીએ કહ્યું હતું કે ખબર નથી. આમ કહેવું ઉતાવળ કહેવાશે. આની પટકથા શરૂ થઇ નથી અને અત્યારે તે આ અંગે ફક્ત વિચારી રહ્યાં છે કારણ કે દર્શકોને તેનો બીજો ભાગ સારો લાગ્યો છે. માટે તેના વિશે વાત કરવી ઉતાવળ કહેવાશે. પોતાની પ્રથમ ફિલ્મને સફળ બનાવવા માટે સોનાલી કુલકર્ણીએ દર્શકોનો આભાર માન્યો હતો.

તેમને દર્શકોને કહ્યું હતું કે ''તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા વગર ફિલ્મ સફળ થઇ ન શકે. બધા દર્શકો અને ફિલ્મ થિયેટરોમાં બેથી ત્રણવાર જોનાર દર્શકોનો આભાર.''
ઇન્દ્ર કુમાર નિર્દેશિત 'ગ્રાંડ મસ્તી' 2004માં આવેલી 'મસ્તી'નો ભાગ છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોયે અભિનય કર્યો છે.












Click it and Unblock the Notifications
