કાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ

Posted By:
Subscribe to Oneindia News

દમદાર ટીઝર પછી ફિલ્મ કાબિલથી રિતિક રોશનનો પહેલો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોહન ભટનાકર નામનો રોલ કરી રહ્યા છે. જે જોઈ નથી શકતો અને એક ડબિંગ આર્ટિસ્ટ છે. ફિલ્મમાં રિતિક અમિતાભથી લઈને બીજા સુપરસ્ટારની નકલ કરતા જોવા મળશે.

kaabil

આમ જોવા જઈએ તો આ પહેલા લૂકને જોઈને તમને બિલકુલ નહીં કહી શકો કે રિતિક એક અંધ વ્યક્તિનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 25 ઓક્ટોબરે રિલીઝ થવાનું છે.

kaabil

રિતિક રોશને આ પહેલા કોમેડી, એક્શન, રોમાન્સ બધી જ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ પહેલીવાર તેઓ સસ્પેન્સ ફિલ્મમાં જોવા મળશે.

kaabil

રિતિક રોશન આ ફિલ્મમાં એક અંધ વ્યક્તિ બન્યા છે. પરંતુ તેમનો રોલ ખુબ જ દમદાર હશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે રિતિક રોશનને પોતાની એક્ટિંગ બતાવવાનો પુરેપૂરો મોકો મળશે.

kaabil

માનવામાં આવી રહ્યું છે કે રિતિક રોશનની કાબિલ ફિલ્મ કોરિયન ફિલ્મ બ્રોકનની રીમેક છે. પરંતુ ફિલ્મના નિર્માતા અને નિર્દેશકે આ વાતથી ઇન્કાર કર્યો છે.

kaabil

રિતિક રોશન પહેલી વાર યામી ગૌતમ સાથે જોવા મળશે. તસવીરોમાં રિતિક અને યામીની જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આશા રાખીએ કે ફિલ્મમાં પણ તેમની જોડી સુંદર જ લાગે.

kaabil
English summary
Meet Hrithik Roshan As Rohan Bhatnager In Kaabil. Here is the first look of the actor.
Please Wait while comments are loading...