મળો બીજાના પતિ પર નજર બગાડનારી બોલિવૂડ અભિનેત્રીઓને, લિસ્ટમાં એકથી એક મોટા નામ
બોલિવૂડમાં બીજાના પતિ પર નજર બગાડવાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલ્યો આવે છે. અહીં ઘણી અભિનેત્રીઓએ બીજાનું ઘર તોડીને પોતાનું ઘર વસાવ્યુ છે.
આજે આપણે બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ, જેના પર અન્યનું ઘર તોડવાનો આરોપ છે. આ લિસ્ટમાં બોલિવૂડના ઘણા નામ સામેલ છે.

રેખા
રેખા બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ મનાય છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સાથે તેના અફેરની હંમેશા ચર્ચા રહી છે. અહેવાલો અનુસાર, બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આજકાલ કહેવાય છે કે રેખા આજે પણ અમિતાભ બચ્ચનના નામ પર સિંદૂર લગાવે છે.
શ્રીદેવી
અભિનેત્રી શ્રીદેવી આજે હયાત નથી પરંતુ પ્રખ્યાત નિર્માતા બોની કપૂર સાથે તેનું અફેર હતું. જે પહેલાથી જ પરિણીત હતા અને અભિનેત્રી લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. બાદમાં બોની કપૂરે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા.
કંગના રનૌત
કંગના રનૌત બોલિવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી છે. એક સમયે તેનું નામ રિતિક રોશન સાથે જોડવામાં આવતું હતું અને તે પરણિત હતો. બંનેનું બ્રેકઅપ થયું ત્યારે કંગનાએ અભિનેતા પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા.
રાની મુખર્જી
રાની મુખર્જી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને તેણે 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દરમિયાન ગોવિંદા સાથેના તેના અફેરની પણ ચર્ચા થઈ હતી. જે પહેલાથી જ પરિણીત હતા.
તબ્બુ
તબ્બુ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે અને એક સમય એવો હતો જ્યારે તે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનને ડેટ કરી રહી હતી. બંને 15 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને જ્યારે એક્ટ્રેસને લાગ્યું કે આ રિલેશનશિપ આગળ વધી શકશે નહીં તો તેણે રિલેશનશિપને ખતમ કરવાનો નિર્ણય કર્યો.
નિમરત કૌર
છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બંને જલ્દી છૂટાછેડા લેવાના પણ અહેવાલ છે. જો કે, આ દરમિયાન નિમરત કૌર સાથે અભિષેક બચ્ચનનું નામ જોડવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, નિમરત કૌર અને અભિષેક એકબીજાને ડેટ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
