સિત્તેરના અમિતાભ : લાજવાબ અને સદાબહાર
મુંબઈ, 11 ઑક્ટોબર : બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. સમ્પૂર્ણ રાષ્ટ્ર આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. 70 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે. તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે. આર. બાલ્કીની નજરે તો અમિતાભ સમ્પૂર્ણ તો છે જ, તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે.
અમિતાભનું સંયમિત અને આદર્શ જીવન જ છે કે જે તેમને સમકાલીન કલાકારો કરતાં આગળ કરે છે. તેનું તાજુ દૃષ્ટાંત છે કે તેમનાથી નાની વાયમાં પણ નાના લોકો કાં તો કામમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે કાં પછી પલંગ ઉર છેલ્લા શ્વાસ ગણી રહ્યાં છે. જ્યારે અમિતાભ આજે પણ હૉટ સીટ પર બેસી લોકોને હૉટ લાગે છે.
એવું નથી કે અમિતાભને સફળતા કોઈક જાદુઈ છડીને પગલે મળી છે. તેની પાછળ તેમની દિવસ-રાતની સખત મહેનત છે કે જેને પગલે 6 ફુટ 2 ઇંચનો લાંબો માણસ આજે સદીનો મહાનાયક બની ચુક્યો છે. તેઓ એક બેમિસાલ એક્ટર, સારા વિલન, આદર્શ પતિ, આઇડલ પિતા, સન્માનનીય શ્વસુર, ઉત્કૃષ્ટ રજુઆતકર્તા અને એક બહુ સારાં ભારતીય છે. દર્શકોના સ્નેહને પોતાના કરિયરનો બેસ્ટ એવૉર્ડ ગણતાં અમિતાભે ઘણાં પુરસ્કારો જીત્યાં છે. તેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફૅર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમની નામે સૌથી વધુ સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફૅર એવૉર્ડનો રેકૉર્ડ છે. જો તેમના સાર્થક અભિનયની વાત કરવા બેસીશું તો કદાચ એક આખી સદી ઓછી પડશે. બસ એટલું જ કહી શકાય છે કે અમિતાભ બેમિસાલ, બહેતરીન અને લાજવાબ છે. સદીના આ મહાનાયકને વનઇન્ડિયા પરિવાર પણ ખૂબ ખૂબ અભિનંન આપે છે અને કહે છે હૅપ્પી બર્થ ડે અમિતાભ.
અમારા દ્વારા આપ પણ સદીના આ મહાનાયકના જન્મ દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવી શકો છો. પોતાની શુભેચ્છાઓ નીચેના કૉમેન્ટ બૉક્સમાં નોંધો. સાથે જ જણાવો કે અમિતાભની કઈ ફિલ્મ આપને સૌથી સારી લાગે છે?
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી












Click it and Unblock the Notifications
