ટ્વિટરના શહેંશાહ બનતાં અમિતાભ બચ્ચન, 70 લાખ ફૉલોઅર્સ
મુંબઈ, 6 નવેમ્બર : કહે છે ને કે બૉલીવુડની બૉક્સ ઑફિસ ઉપર ભલે જેમની ફિલ્મો ચાલતી હોય, પણ ફિલ્મનો શહેંશાહ માત્ર એક જ છે અને તે છે ધ ગ્રેટ અમિતાભ બચ્ચન કે જેમને હરાવવું મુશ્કેલ જ નહીં, અશક્ય પણ છે. આપ વિચારતા હશો કે અમે આવી વાતો કેમ કરીએ છીએ. તો સાંભળે આની પાછળ એક મોટું કારણ છે અને તે છે ટ્વિટર પર અમિતાભના ફૉલોઅર્સ. આપને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 70 લાખથી વધુ પ્રશંસકો છે.

અમિતાભ બચ્ચન એક સક્રિય બ્લૉગર પણ છે. તેમનો બ્લૉગ તેમના વિચારોનો સંગ્રહ છે. છેલ્લા ચાલીસ વર્ષોથી હિન્દી સિનેમાની સતત સેવા કરતાં અમિતાભે તમામ ફૉર્મેટમાં પોતાની જાતને અવ્વલ સાબિત કરી છે. એટલે જ તો તેમના ચાહનારાઓમાં જો કોઈ 70 વર્ષની વ્યક્તિ હોય, તો 10 વર્ષનું બાળક પણ છે.












Click it and Unblock the Notifications
