Met Gala 2023 : હસીનાઓ વચ્ચે મેટ ગાલાના રેડ કાર્પેટ પર વંદાની એન્ટ્રી, જુઓ વીડિયો
હાલ ફેશનની દુનિયામાં મેટ ગાલાની ધુમ ચાલી રહી છે. અહીં દુનિયાભરની હસીનાઓ પોતાના હુસ્નનો જાદુ વિખેરતી જોવા મળી રહી છે. જો કે તમામ હસીનાઓ વચ્ચે અહીં રેડ કાર્પેટ પર એક વંદાએ મહેફિલ લૂંટી લીધી છે. હવે આ ધમાકેદાર એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વંદો મેટ ગાલાના રેડ કાર્પેટ પર ચાલતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે ત્યાં ઉપસ્થિત કેમેરામેન હસીનાઓને છોડીને આ વંદાના ફોટો લેવા લાગી જાય છે. હવે આ વંદો સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વંદો અચાનક મેટ ગાલા 2023 ફેશન ઈવેન્ટમાં એન્ટ્રી કરે છે અને તેની એન્ટ્રીથી નાસભાગનો માહોલ સર્જાય છે. વંદો પ્રવેશતાની સાથે જ રેડ કાર્પેટ પર દોડતો જોવા મળે છે. ત્યારબાદ કેમેરામેન ફોટો ક્લિક કરવાનું શરૂ કરી દે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો પર ફેન્સની દરેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ટિપ્પણી કરતાં એકે પ્રશ્ન પૂછ્યો- હા, પરંતુ વાસ્તવમાં પ્રશ્ન એ છે કે તેને શું પહેર્યુ છે?
અહીં તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે મેટ ગાલા 2023માં પોતાનું ડેબ્યૂ કર્યું છે. અહીં આલિયા વ્હાઇટ કલરના ડિઝાઇનર પ્રબલ ગુરુંગે ડિઝાઇન કરેલા ગાઉનમાં જોવા મળી હતી. દર વખતની જેમ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ બ્લેક આઉટફિટ સાથે રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી.
A cockroach makes its way through the #MetGala carpet.
— Pop Base (@PopBase) May 2, 2023
pic.twitter.com/CHJLsYDIP8
સોશિયલ મીડિયા પર બંનેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સિવાય ઘણા એવા સ્ટાર્સ હતા જેઓ પોતાના અદભૂત લુકના કારણે ચર્ચામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
