Met Gala 2023 : બ્લેક આઉટફિટમાં 11 કેરેટ હિરાનો નેકલેસ પહેરીને મેટ ગાલા પહોંચી દેશી ગર્લ, જુઓ ફોટો
હાલ ફેશનની દુનિયામાં મેટ ગાલાની ખુબ ચર્ચા થઈ રહી છે. ભારત તરફથી પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને ઈશા અંબાણી મેટ ગાલામાં પહોંચ્યા છે. આ તમામ વચ્ચે હવે પ્રિયંકા ચોપરા મહેફિલ લૂંટતી જોવા મળી છે.
બોલિવૂડથી હોલિવૂડની સફર કરનારી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2023માં પહોંચી હતી. આ દરમિયાન કપલ બ્લેક એન્ડ વ્હાઇટ મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યુ હતું. અહીં પ્રિયંકાએ ડાયમંડ નેકલેસ સાથે બ્લેક ગાઉન પહેર્યો હતો. હવે તેના નેકલેસની ખુબ ચર્ચા થઈ રહી છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ચર્ચામાં રહે છે. પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2023 ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી પ્રિયંકાએ નિક સાથેના શાનદાર બોન્ડિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. જો કે અભિનેત્રીના આઉટફિટ કરતાં વધુ તેનો હીરાનો હાર હેડલાઇન્સમાં છે.
પ્રિયંકા ચોપરાએ મેટ ગાલા માટે 11.6 કેરેટનો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 204 કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ બ્લેક ગાઉન સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતા જ તાળીઓનો વરસાદ થયો હતો.
મેટ ગાલામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીએ મહેફિલ લૂંટી લીધી છે. બંને કેમેરા સામે રેડ કાર્પેટ પર દિલ ખોલીને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા. પ્રિયંકા નિકનાા હાથમાં હાથ નાખીને ઈવેન્ટમાં પહોંચી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર બંનેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફેન્સને બન્નેના આઉટફિટ પણ પંસદ આવી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં જ રિલીઝ થયેલી અમેરિકન વેબ સીરિઝ સિટાડેલમાં જોવા મળી છે. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર 28 એપ્રિલે રિલીઝ કરાઈ છે. આ એક્શન થ્રિલર સિરીઝને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ જી લે ઝરામાં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે સ્ક્રીન પર જોવા મળશે.












Click it and Unblock the Notifications
