તેને સ્કર્ટ ઉઠાવીને પેટ બતાવવા માટે કહ્યું: પાયલ રોહતગી
દેશભરમાં ચાલી રહેલા મી ટુ અભિયાનમાં બોલિવૂડમાંથી ઘણા નામો સામે આવી રહ્યા છે. મોટા મોટા ડાયરેક્ટર પછી હવે નિર્દેશક દિબાકર બેનરજીનું નામ પણ સામે આવી રહ્યું છે.
દેશભરમાં ચાલી રહેલા મી ટુ અભિયાનમાં બોલિવૂડમાંથી ઘણા નામો સામે આવી રહ્યા છે. મોટા મોટા ડાયરેક્ટર પછી હવે નિર્દેશક દિબાકર બેનરજીનું નામ પણ સામે આવી રહ્યું છે. "ખોસલા કે ઘોસલા" અને "લવ સેક્સ ઓર ધોખા" જેવી ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર દિબાકર બેનરજી પર પાયલ રોહતગીએ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. પાયલે જણાવ્યું કે દિબાકરે કેટલાક વર્ષો પહેલા તેનું યૌન ઉત્પીડન કર્યું હતું પરંતુ પાયલે જયારે તેની ના પાડી ત્યારે તેને કામ મળતું બંધ થઇ ગયું.
આ પણ વાંચો: હેવાન છે અનુ મલિક, નાની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છે

ઓડિશનમાં દિબાકરે કરી હતી ડિમાન્ડ
બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીએ ફેમસ ડાયરેક્ટર દિબાકર બેનર્જી પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. પાયલે જણાવ્યું કે વર્ષ 2011 દરમિયાન એક ફિલ્મના ઓડિશન દરમિયાન દિબાકરે તેનું ઉત્પીડન કર્યું હતું. પિન્કવીલા અનુસાર પાયલે જણાવ્યું કે ઓડિશનના નામ પર તેને સ્કર્ટ ઉઠાવીને પેટ બતાવવા માટે કહ્યું હતું. આ ઘટના અંગે જયારે પાયલે પ્રેસ કોંફ્રન્સ બોલાવી અને દિબાકર વિશે બધાને જણાવ્યું ત્યારે તેને કામ મળવાનું બંધ થઇ ગયું.

તેઓ વિલન જેવા નથી દેખાતા, પરંતુ...
પાયલે જણાવ્યું કે તેઓ ઈરફાન ખાન અને પરેશ રાવલ જેવા અભિનેતાઓ સાથે કામ કરી રહી હતી પરંતુ પેસ કોન્ફ્રન્સ પછી કોઈએ પણ મને ઓડિશન માટે નહીં બોલાવી. મને ફિલ્મો મળતી બંધ થઇ ગઈ. પાયલે કહ્યું કે તેઓ વિલન જેવા નથી દેખાતા પરંતુ તેઓ પોતાના ખરાબ લગ્નનું કહીને રમત રમે છે. પાયલે કહ્યું કે તેને એફઆઈઆર નથી નોંધાવી કારણકે તે ગભરાઈ ચુકી હતી.

શુ યશરાજ દિબાકરને હટાવશે?
પાયલે યશરાજ ફિલ્મને દિબાકર સામે એક્શન લેવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે દિબાકર હાલમાં યશરાજની આવનારી ફિલ્મ 'સંદીપ ઔર પિંકી ફરાર' ડાયરેક્ટ કરીં રહ્યા છે, જેમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. સોશ્યિલ મીડિયા પર ઘણા લોકો પાયલને સપોર્ટ પણ કરી રહ્યા છે. ઘણા યુઝરે યશરાજને દિબાકરને હટાવવા માટે પણ કહ્યું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
