રેપ સીન શૂટ કરતા પહેલા અભિનેત્રી પાસે કરી આવી માંગ
બોલિવૂડમાં હાલમાં મી ટુ કેમ્પેઇનનો ડર જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે હાલમાં એક પછી એક નવા આરોપો બહાર આવ્યા પછી દરેક સ્ટાર સમજી વિચારીને પગલું ભરી રહ્યા છે
બોલિવૂડમાં હાલમાં મી ટુ કેમ્પેઇનનો ડર જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે હાલમાં એક પછી એક નવા આરોપો બહાર આવ્યા પછી દરેક સ્ટાર સમજી વિચારીને પગલું ભરી રહ્યા છે. હાલમાં જ એક્ટર દલીપ તાહિર ઘ્વારા કંઈક એવું કરવામાં આવ્યું કે જે તમને જણાવી દેશે કે લોકો કેટલા હદ સુધી ડરી ચુક્યા છે. ખરેખર દલીપ તાહિરને એક વેબ સિરીઝ માટે અભિનેત્રી સાથે એક રેપ સીન શૂટ કરવાનો હતો.

જયારે આ વાતની તેમને ખબર પડી કે તેમને તરત અભિનેત્રી પાસે માંગ કરી કે અભિનેત્રીએ આ બાબત લિખિતમાં આપવી પડશે કે તે કોઈ પણ પ્રકારના દબાણ વિના પોતાની સહમતીથી આ સીન કરી રહી છે.
આ પણ વાંચો: 8 સુપરસ્ટાર એક્ટ્રેસ સાથે થયું યૌન શોષણ, કોઈના બ્રેસ્ટ પર હાથ તો ક્યારેક...
ત્યારપછી તેમનું મન અહીં પણ નહીં ભરાયું. તેમને કહ્યું કે અભિનેત્રી ઘ્વારા આ આખું નિવેદન રેકોર્ડ કરીને આપવું પડશે. આપને જણાવી દઈએ કે ફેમસ અભિનેતા દલીપ તાહિર હાલમાં વેબ સિરીઝ હોસ્ટેઝ માટે શૂટિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: હવે રાખી સાવંત લેશે તનુશ્રીથી બદલો, કરશે 50 કરોડનો માનહાનિનો કેસ
આ વાત પરથી એક બાબત સાફ છે કે બોલિવૂડમાં હાલમાં મી ટુ કેમ્પેઇનની અસર જોવા મળી રહી છે અને તેની ઘટનાઓ લોકોને ચોંકાવી રહી છે. તનુશ્રી દત્તાએ જ્યારથી નાના પાટેકર પર આરોપ લગાવ્યો છે ત્યારથી આરોપ અને પ્રત્યારોપનો સેલાબ આવી ગયો છે.












Click it and Unblock the Notifications
