બાળકો પર બાઝ નજર રાખે છે માઇટી મધર કાજોલ
મુંબઈ, 6 મે : બૉલીવુડ અભિનેત્રી કાજોલને આ વર્ષે મધર્સ ડે પર માઇટી મધર પુરસ્કારથી નવાઝવામાં આવશે. કાજોલ આ અંગે સાવચેત છે કે તેમના બાળકો ટીવી પર શું જોઈ રહ્યાં છે, કારણ કે તેમના માટે આ દિવસો શીખવા માટેના છે.
છોટા ભીમ તથા માઇટી રાજૂ જેવા બાળકોના કાર્યક્રમો બનાવનાર ગ્રીન ગોલ્ડ એનિમેશને રવિવારે મધર્સ ડેએ કાજોલને માઇટી મધરનું સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. કાજોલ પોતાની દીકરી ન્યાસા (11) તથા યુગ (3) સાથે ટીવી શો જુએ છે. અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કરનાર 39 વર્ષીય કાજોલે જણાવ્યું - જ્યારે તેઓ (બાળકો) ટીવી જોઈ રહ્યાં હોય છે, ત્યારે મોટાભાગે હું તેમની આજુબાજુ જ રહુ છું. સામાન્ય રીતે હું કામ કરતી હોઉં, પણ હું નજર રાખુ છું કે તેઓ શું જોઈ રહ્યાં છે.
ચાલો કાજોલની તસવીરો સાથે જાણીએ આગળના સમાચાર :

કાર્યક્રમોની યાદી
કાજોલે જણાવ્યું - મારી પાસે જોવા લાયક અને ન જોવા લાયક ચૅનલો તથા કાર્યક્રમોની યાદી પણ છે. તેથી જો હું ત્યાં ન હોઉં, તો પણ બાળકો ઉપર નજર રહે છે.

વાલીઓ સખ્ત બને
કાજોલે જણાવ્યું - મને લાગે છે કે બાળકોને સમજાવવા માટે માતા-પિતાએ સખત થવું જોઇએ અને કેટલાંક ચોક્કસ દિશા-નિર્દેશો સ્પષ્ટ રાખવા જોઇએ. તેથી મારા બાળકો મારા દ્વારા બનાવાયેલ મર્યાદાઓની અંદર ખુશ છે.

શીખવાની ઉંમર
કાજોલ કહે છે - હાલ તેમના શીખવાના દિવસો છે. તેઓ વસ્તુઓને ઝડપથી પકડે છે અને હાલ જે શીખી રહ્યાં છે, તે જ સાથે રાખશે.

ટીવી શો અંગે રોમાંચિત
કાજોલ માઇટી રાજૂ ટીવી શો પર આધારિત ફિલ્મ માઇટી રાજૂ : રિયો કૉલિંગ અંગે ખૂબ રોમાંચિત છે.

કાજોલને માઇટી મધર ઍવૉર્ડ
બાળકો પ્રત્યે આવી સખ્તાઈ અને શિસ્તના કારણે જ કાજોલની માઇટી મધરનો ઍવૉર્ડ આપવા માટે પસંદગી થઈ છે.












Click it and Unblock the Notifications
