પંજાબી પૉપ ગાયક મીકા સિંહનું ફાર્મ હાઉસ સીલ કરાયું
મુંબઈ, 29 માર્ચ : ગુડગાંવ જિલ્લા વહિવટી તંત્રે આજે સોહના ઉપમંડળ ખાતેના ગામ રોજકા ગુર્જર વિસ્તારમાં વન્ય સંરક્ષણ કાનૂનનો ભંગ કરી ગેરકાયદે વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચલાવતાં છ ફાર્મ હાઉસ સીલ કર્યાં છે. તેમાં બૉલીવુડના પંજાબી પૉપ ગાયક મીકા સિંહનું ફાર્મ હાઉસનો પણ સમાવેશ થાય છે.
આ અંગે માહિતી આપતાં એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ જિલ્લા વહિટવટી તંત્રની એક ટીમે ગામ રોજકા ગુર્જરમાં તપાસ કરી હતી. આ ગામનો લગભગ 75 ટકા વિસ્તાર વન્ય વિસ્તાર જાહેર છે અને ટ્રિબ્યુનલે આ વિસ્તારમાં કૉમર્સિયલ પ્રવૃત્તિઓ ચલાવવા અંગે વાંધો ઉઠાવ્યો હતો.

તપાસ દરમિયાન ઉપરોક્ત છ ફાર્મ હાઉસોમાં વન્ય સંરક્ષણ કાનૂન 1980ની કલમ 2નો સ્પષ્ટ ઉલ્લંઘન જણાયો હતો. ઉપરાંત પંજાબ જમીન સંરક્ષણ કાનૂન 1900ની કલમ 4 તથા 5 તેમજ વન અને પર્યાવરણ મંત્રાલયના 7મી મે, 1992ના જાહેરનામાનો પણ ભંગ જણાયો. એટલું જ નહીં, નિયંત્રિત કવિસ્તારનો પણ અહીં ભંગ થતો જણાયો. તેથી આ તમામ ફાર્મ હાઉસ સીલ કરાયાં છે. સીલ કરાયેલ ફાર્મ હાઉસોમાં મીકા સિંહના ફાર્મ હાઉસ ઉપરાંત કૅમ્પ કારાવન, મરકરી હિમાલયન એડવેંચર્સ, સૅંસ ઇકો એડવેંચર્સ, વૉટર બૅંક્સ તથા ડ્રીમ લાઇસલૅન્ડ્સ નામના ફાર્મ હાઉસો તથા ટૂરિસ્ટ રિસોર્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં મોટાભાગે ટૂરિઝ્મ પ્રવૃત્તિઓ માટે કાચી ઝુંડપી આકારનું નિર્માણ તથા ટૅંટ વગેરે બાંધવામાં આવ્યા હતાં.
પ્રવક્તાએ જણાવ્યું કે વન વિભાગ દ્વારા મીકા સિંહ સહિત તમામ ફાર્મ હાઉસ માલિકોને અગાઉથી જ નોટિસો પાઠવી હતી. આ ફાર્મ હાઉસોમાં ટૂરિઝ્મ તથા અન્ય કૉમર્સિયલ પ્રવૃત્તિઓ માટે ગેરકાયદે બોરવેલ પણ લાગેલા હતાં કે જે ઉખાડી ફેંકાયા છે અને વિજળી કનેક્શન પણ કાપી દેવાયાં છે.












Click it and Unblock the Notifications
