માત્ર 1 રુપિયામાં ફિલ્મની પરવાનગી આપી મિલ્ખા સિંહે

milkha-singh
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી : જાણીતા ભારતીય દોડવીર મિલ્ખા સિંહને સલામ. મિલ્ખા સિંહે પોતાના જીવન ઉપર ફિલ્મ બનાવવાની પરવાનગી આપવા બદલ નિર્માતા રાકેશ ઓમ પ્રકાશ મહેરા પાસેથી માત્ર એક રુપિયો લીધો. આ એક રુપિયાની ખાસ વાત એ છે કે એક રુપિયાની નોટ વર્ષ 1958ની છે કે જે વર્ષે મિલ્ખાએ રાષ્ટ્રમંડળ રમતોમાં પ્રથમ વાર આઝાદ ભારત માટે સુવર્ણ પદક જીત્યો હતો.

આ વર્ષે જુલાઈ મહીનામાં રજુ થવા જઈ રહેલી દોડવીર મિલ્ખા સિંહના જીવન પર બનેલી ફિલ્મનું શીર્ષક છે ભાગ મિલ્ખા ભાગ. બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

રાકેશ ઓમ પ્રકાશ મહેરા પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી રાજીવ ટંડને એક નિવેદનમાં જણાવ્યું - અમે મિલ્ખાજીને તેમના જીવન પર ફિલ્મ બનાવવાની પરવાનગી આપવા બદલ કોઈ બહુમૂલ્ય વસ્તુ આપવા માંગતા હતાં. અમે લાંબા સમયથી કોઇક એવી વસ્તુની શોધમાં હતાં. આખરે અમને તે એક રુપિયાની નોટ મળી કે જે 1958માં છપાયેલી હતી.

મિલ્ખાએ પોતાના જીવન પર ફિલ્મ બનાવવા માટે નિર્માતા રાકેશ ઓમ પ્રકાશ મહેરા પાસેથી કોઈ રકમની માંગણી નહોતી કરી. તેઓ એ વાતથી ખુશ છે કે મેહરા તેમની ઉપર ફિલ્મ બનાવી રહ્યાં છે. ટંડને જણાવ્યું કે મિલ્ખા ઇચ્છે છે કે તેમના જીવન પર બનતી ફિલ્મ દ્વારા દેશના યુવાનોને રમતોમાં દેશ માટે પદકો જીતવાની પ્રેરણા મળે. દોડવીર મિલ્ખા સિંહના નજીકના સૂત્રના જણાવ્યા મુજબ 1958ની એક રુપિયાની તે નોટ પામી મિલ્ખા લાગણીશીલ બની ગયાં. આ નોટ તેમના માટે એક કિંમતી યાદની જેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X