મિથુન ચક્રવર્તીની આ છોકરી, કચરામાંથી મળી હતી

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી જેટલા સારા ડાન્સર અને અભિનેતા છે તેટલું જ સારું તેમનું મન પણ છે. તે અવાર નવાર કોઇને કોઇ સારા કામમાં જે તેમનાથી થઇ શકે તે કરીને તેમનો માનવીય અભિગમ પણ બતાવે છે. જ્યારે પણ કોઇ જરૂરીયાત વ્યક્તિને જરૂર પડે છે ત્યારે મિથુન ચક્રવર્તી તેને બનતી મદદ કરે છે. ત્યારે વર્ષો પહેલા મિથુન ચક્રવર્તીને રસ્તાના કિનારે કચરામાંથી એક બાળકી મળી હતી. જેને મિથુન પોતાની દિકરી તરીકે દત્તક લઇને તેનું જીવન જ બદલી નાંખ્યું છે. આજે તે યુવતી મોટી થઇ ગઇ છે. અને સોશ્યલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ પણ રહે છે. ત્યારે મિથુનની આ દિકરી વિષે જાણો અહીં...

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી

ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તીને પોતાના ત્રણ દિકરા અને એક દિકરી છે. દરેકને ખબર છે કે મિથુન ચક્રવર્તીની દિકરી દિશાની ચક્રવર્તીને મિથુને દત્તક લીધી છે. દિશાનીને તેના માતા-પિતાએ જન્મતાની સાથે જ તરછોડીને તેને કચરાના ઢેરમાં છોડી દીધી હતી. પણ દિશાનીની જીંદગીમાં કંઇક બીજું જ લખાયેલું હતું.

મિથુનની દરિયાદિલી

મિથુનની દરિયાદિલી

નોંધનીય છે કે એક સ્થાનિક અખબારમાં એક બાળકી કચરામાં પડેલી મળવાની ખબર આવી હતી જેને એક માણસ સૌથી પહેલા જોઇ હતી. સ્થાનિક અખબારમાં છપાયેલી આ વાત વાંચી મિથુનનું મન એટલું દ્વવી ગયું કે તેણે આ બાળકીને દત્તક લેવાનો વિચાર કર્યો. અને કાનૂની પ્રક્રિયા પૂરી કરી તેને પોતાના પરિવારનો હિસ્સો બનાવ્યો. મિથુનની પત્ની યોગિતા બાલીએ તેનું નામ દિશાની રાખ્યું. અને આ રીતે દિશાની મિથુનના જીવનનું મહત્વનું પાસું બની ગઇ.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

ઉલ્લેખનીય છે કે અન્ય કોઇ પણ સ્ટાર કીડ અને યંગસ્ટરની જેમ જ દિશાની પણ સોશ્યલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવાર નવાર તેના સુંદર ફોટો મૂકતી રહે છે.

બોલીવૂડ

બોલીવૂડ

ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તીનો પુત્ર બોલીવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે પણ તેને જોઇએ તેટલી સફળતા નથી મળી. ત્યારે તેવી ચર્ચા ચાલી રહી છે કે દિશાની પણ અન્ય કોઇ સ્ટાર કિડની જેમ આવનારા દિવસોમાં બોલીવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.

English summary
Mithun Chakraborty adopted baby Dishani Chakraborty whose parents left her in garbage bin.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.