Mithun Chakraborty Health Updates: મિથુન ચક્રવર્તીનો હૉસ્પિટલથી સામે આવ્યો વીડિયો, જાણો કેવી છે હવે તબિયત

Mithun Chakraborty latest Video: પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તી હાલમાં કોલકાત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને 10 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના ચેકઅપ બાદ જાણવા મળ્યું હતું કે તેમને Ischemic Cerebrovascular Accident (Stroke) આવ્યો હતો.

હાલમાં તેમની તબિયત પહેલા કરતા સારી છે. તેમની બીમારીના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. આ દરમિયાન હૉસ્પિટલમાંથી એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ડૉક્ટરો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

Mithun Chakraborty

ANI દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં ડૉક્ટર તેમને તેમની સ્થિતિ વિશે પૂછી રહ્યાં છે. તેઓ કહે છે કે તે સલાઈન પર છે. તે ઘણું પાણી પી રહ્યા છે. વીડિયોમાં પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ સુકાંત મજુમદાર પણ મિથુન ચક્રવર્તીને તેમની તબિયત વિશે પૂછતા જોવા મળે છે.

મિથુનનો આ વીડિયો જોઈને તેના ચાહકોને થોડી રાહત મળી છે, તેઓ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન, 1950ના રોજ બંગાળમાં થયો હતો.

'ડિસ્કો ડાન્સર' તરીકે પ્રખ્યાત મિથુને આર્ટ ફિલ્મ મૃગયા (1976)થી અભિનયની શરૂઆત કરી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. 1982માં આવેલી હિટ ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'થી તેમને બૉલિવુડમાં સફળતા મળી હતી. તેમણે 350થી વધુ બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ બંગાળી, ઉડિયા અને ભોજપુરીમાં પણ ઘણી ફિલ્મો કરી છે.

મિથુન મોનાર્ક ગ્રુપના માલિક પણ છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2011માં શરૂ થઈ હતી જ્યારે તેઓ ટીએમસીની ટિકિટ પર રાજ્યસભા પહોંચ્યા હતા, પરંતુ વર્ષ 2016માં મિથુને રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેની પાછળનું કારણ તેમની બગડતી તબિયત હતી. જોકે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તેમનું નામ સામેલ થવાથી તે દુઃખી છે, વાસ્તવમાં તે શારદા કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ પછી તેઓ વર્ષ 2021માં ભાજપમાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X