For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BDaySpcl:કોમેડીની રેસમાં સૌને પાછળ છોડ્યા આ ગુજરાતી બાબુરાવે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલના જન્મદિવસે એવી કેટલી બોલિવૂડ ફિલ્મો પર નજર નાંખીએ જે પરેશ રાવલ વિના કદાચ અધૂરી રહી જાત.

By Shachi
|
Google Oneindia Gujarati News

પરેશ રાવલ બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે. રાજકારણ ક્ષેત્રે તેમની વિચારધારા અને વિવાદોથી તેમના બોલિવૂડના ફેન્સને કોઇ અસર નથી પડતી. તેમણે બોલિવૂડમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે, ફિલ્મોમાં ભલે પરેશ રાવલ લીડ રોલમાં જોવા ન મળતા હોય, પરંતુ પોતાની એક્ટિંગ થકી તે દરેક બોલિવૂડ હીરોને માત આપે છે. કોમેડી ફિલ્મોની રેસમાં અક્ષય કુમારને ટક્કર આપી શકે એવા એકમાત્ર અભિનેતા છે પરેશ રાવલ.

પરેશ રાવલનો જન્મદવિસ

પરેશ રાવલનો જન્મદવિસ

અભિનેતા પરેશ રાવલનો આજે 66મો જન્મદિવસ છે. પરેશ રાવલનો જન્મ 30 મે, 1950ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પત્ની સ્વરૂપ સંપત ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા રહી ચૂક્યાં છે. વર્ષ 2014માં પરેશ રાવલને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોકપ્રિય અભિનેતા

લોકપ્રિય અભિનેતા

ફિલ્મોમાં પરેશ રાવલ મોટેભાગે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા છે. તેઓ પોતાના દરેક રોલ પાછળ ખૂબ મહેનત કરે છે અને આથી જ બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય છે. હિંદી ફિલ્મો સિવાય તેઓ ગુજારતી નાટકો માટે પણ ખૂબ લોકપ્રિય છે. અહીં આપણે કેટલીક એવી બોલિવૂડ ફિલ્મો પર નજર નાંખીશું, જેમાં લીડ રોલના કલાકાર ભલે રિપ્લેસ થઇ જાય, પરંતુ જો પરેશ રાવલ રિપ્લેસ થયા હોત તો ફિલ્મ અધૂરી રહી જાત.

હેરા ફેરી

હેરા ફેરી

પરેશ રાવલનું બોલિવૂડમાં બીજું નામ જ બાબુરાવ ગણપતરાવ આપ્ટે પડી ગયું છે. પરેશ રાવલની સૌથી યાદગાર કોમેડી ફિલ્મોમાંની એક છે હેરા ફેરી. પોતે ગુજરાતી હોવા છતાં આ ફિલ્મમાં તેમણે મરાઠી બાબુરાવનું પાત્ર ખૂબ સુંદર રીતે ભજવ્યું હતું. આ ફિલ્મ પછી જાણે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી બની ગઇ હતી.

ઓહ માય ગોડ

ઓહ માય ગોડ

હિંદુઓની વિવિધ અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડતી આ સુંદર ફિલ્મમાં પરેશ રાવલ લીડ રોલમાં કહી શકાય. ફિલ્મમાં ફરી એકવાર પરેશ રાવલ હીરો અક્ષય કુમારને ટક્કર આપવામાં સક્સેસફુલ રહ્યા હતા.

આવારા પાગલ દિવાના

આવારા પાગલ દિવાના

આ મલ્ટિ સ્ટારર ફિલ્મમાં પરેશ રાવલ સાથે અનેક કલાકારો હતા, આ બધા વચ્ચે પરેશ રાવલની એક્ટિંગની કારણે તેમનું પાત્ર અલગ તરી આવે છે. આ એક્શન કમ કોમેડી ફિલ્મમાં જો પરેશ રાવલ ન હોત તો ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી ન હોત.

અતિથિ કબ જાઓગે

અતિથિ કબ જાઓગે

અતિથિ કબ જાઓગેમાં અક્ષય કુમાર વણ-બોલાવ્યા મહેમાનના રૂપમાં જોવા મળે છે. ફરી એકવાર તેમની એક્ટિંગ થકી જ તેઓ દર્શકોનું મન જીતવામાં સફળ રહ્યા હતા. આ ફિલ્મનો બીજો ભાગ પણ જલ્દી જ આવી રહ્યો છે, જેનું નામ છે ગેસ્ટ ઇન લંડન.

આંખે

આંખે

આંખે ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને અર્જુન રામપાલ ત્રણેય આંધળા વ્યક્તિના રોલમાં જોવા મળ્યાં હતા. સાથે જ અમિતાભ બચ્ચન અને સુષ્મિતા સેન પણ મુખ્ય પાત્રોમાં હતા, ફિલ્મમાં પરેશ રાવલનું પાત્ર કોમેડી અને સંવેદનાથી ભરપૂર છે.

ચુપ ચુપ કે

ચુપ ચુપ કે

આ ફિલ્મમાં આમ તો શાહિદ અને કરીના લીડ રોલમાં હતા. આ સિવાય રાજપાલ યાદવ અને ઓમ પુરી પણ મહત્વપૂર્ણ રોલમાં હતા. ફિલ્મમાં ઓમ પુરી ગુજરાતીના રોલમાં છે અને પરેશ રાવલ બંગાળીના રોલમાં. ગુજ્જુ કાકાના રોલમાં ઓમ પુરી ફાવ્યા કે નહીં, એ તો તમે નક્કી કરો, પરંતુ બંગાળી બાબુના રોલમાં પરેશ રાવલે આ ફિલ્મમાં ધમાલ મચાવી હતી.

જુદાઇ

જુદાઇ

ફિલ્મ જુદાઇનું સૌથી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર, જે નૉન સ્ટોપ ચિતિર-વિચિત્ર સવાલો પૂછીને લોકોને હેરાન કરી નાંખે છે. ફિલ્મમાં પરેશ રાવલનો નાનકડો પરંતુ મજેદાર રોલ છે. આજે પણ ઘણા લોકો માત્ર પરેશ રાવલની કોમેડી જોવા માટે આ ફિલ્મ જુએ છે.

English summary
Happy Birthday Paresh Rawal! Some of Bollywood movies which we can not even imagine without Paresh Rawal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X