For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારા માટે ઘણુ ઈન્સલ્ટિંગ છે કારણકે...', મલાઈકા અરોરા સાથે તુલના કરવા પર ભડકી નોરા ફતેહી

મલાઈકા અરોરાના શો મૂવિંગ ઈન વિથ મલાઈકામાં પ્રખ્યાત કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ અને અભિનેત્રી નોરા ફતેહી

By Desk
|
Google Oneindia Gujarati News

Moving In With Malaika: બૉલિવુડ ડીવા મલાઈકા અરોરા પોતાના શો મૂવિંગ ઈન વિથ મલાઈકાને લઈને સતત ચર્ચામાં છે. આ શોમાં અભિનેત્રી તેના અંગત જીવન સાથે જોડાયેલા તમામ ખુલાસા કરી રહી છે. આ શો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ શોનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે જેમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ અને અભિનેત્રી નોરા ફતેહી મલાઈકા અરોરા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા સાથે તુલના કરવા પર બોલી નોરા ફતેહી

મલાઈકા અરોરા સાથે તુલના કરવા પર બોલી નોરા ફતેહી

આ નવા પ્રોમોમાં નોરા ફતેહીએ મલાઈકા અરોરા સાથે સરખામણી કરવા પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યુ કે આ રીતે સરખામણી કરવી યોગ્ય નથી. લેટેસ્ટ એપિસોડમાં નોરા ફતેહી મલાઈકાને કહે છે કે, 'મલાઈકાએ તે કર્યુ છે જે હું ક્યારેય ન કરી શકી. તમે બૉલિવુડના વિકસતા વારસાનો એક ભાગ છો. તે સુવર્ણ સમય હતો આપણે સમયની વાત કરીએ છીએ.

'મારા માટે આ અપમાનજનક છે'

'મારા માટે આ અપમાનજનક છે'

નોરા ફતેહી આગળ કહે છે કે આપણે મોટાભાગે આજની વાત નથી કરતા. મારા માટે મલાઈકા સાથે આ રીતે વર્તન કરવુ તેમના માટે અપમાનજનક છે અને તે મારા માટે ખૂબ જ અપમાનજનક છે કારણ કે તે હું જે કરુ છુ તે દૂર કરી દે છે. નોરાએ વધુમાં ઉમેર્યુ કે તે તેના કામ પર ઘણી અસર કરે છે.

જો મે મારી કારકિર્દીમાં આટલુ સહન કર્યુ હોત...

જો મે મારી કારકિર્દીમાં આટલુ સહન કર્યુ હોત...

નોરા આગળ કહે છે કે, 'આજે મારી એક અલગ ઓળખ છે અને મને ક્યારેય લાગ્યુ નથી કે હું મલાઈકાના રસ્તે જઈ રહી છુ. જેના કારણે લોકો મને એમની સાથે કમ્પેર કરે છે. મને લાગે છે કે જો મે પોતાના કરિયરમાં આટલુ સહન કર્યુ હોત જેટલુ તમે પોતાના જર્નીમાં સહન કર્યુ છે તો લોકો સેલ્યુટ કરે.'

શું સરખામણીથી મલાઈકામાં કોઈ ફરક પડે છે?

શું સરખામણીથી મલાઈકામાં કોઈ ફરક પડે છે?

નોરા ફતેહી પછી મલાઈકા અરોરાએ પણ સરખામણી થવા પર પોતાના દિલની વાત કરી. તેણે કહ્યુ કે લોકો ઈચ્છે છે કે નોરા ફતેહી અને મલાઈકા ઈવેન્ટમાં સાથે જોવા મળે. નોરાએ મલાઈકાને પૂછ્યુ શું તેને આ સરખામણીથી ખરાબ નથી લાગતુ? તેના જવાબમાં મલાઈકાએ કહ્યુ કે, 'હું પણ એક માણસ છું, મને ખરાબ પણ લાગી શકે છે'.

English summary
Moving In With Malaika: Nora Fatehi comparison with Malaika Arora says its disgusting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X