Mrs World 2022 : સરગમ કૌશલના માથે મિસિસ વર્લ્ડનો તાજ, 21 વર્ષ બાદ ભારત વિજેતા

મિસિસ વર્લ્ડ 2022-23 ના વિજેતાની જાહેરાત થઈ ચુકી છે. અમેરિકામાં આયોજીત મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતની સરગમ કૌશલે ધમાકેદાર જીત મેળવીને તાજ પોતાના નામે કર્યો છે. સરગમ કૌશલે 21 વર્ષ બાદ ભારતને આ ગૌરવ અપાવ્યુ છે.

મિસિસ વર્લ્ડ 2022-23 ના વિજેતાની જાહેરાત થઈ ચુકી છે. અમેરિકામાં આયોજીત મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતની સરગમ કૌશલે ધમાકેદાર જીત મેળવીને તાજ પોતાના નામે કર્યો છે. સરગમ કૌશલે 21 વર્ષ બાદ ભારતને આ ગૌરવ અપાવ્યુ છે. હવે તેની તાજપોશીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જીત સાથે તેના પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

Mrs World 2022

વાયરલ વીડિયોમાં સરગમ કૌશલ ઈમોશનલ જોવા મળી રહી છે. ગુલાબી ગાઉનમાં સરગમ કૌશલ જીતની જાહેરાત થતા જ ઈમોશનલ જોવા મળી હતી. સરગમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત 21 વર્ષ બાદ આ સ્પર્ધામાં વિજેતા બન્યુ છે. સરગમ કૌશલ પહેલા વર્ષ 2001માં અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરે આ તાજ જીત્યો હતો. 2001 માં આ તાજ જીતનારી અભિનેત્રી અદિતિ ગોવિત્રીકરને અભિનંદન આપતા લખ્યું કે, સરગમ તુમ બધાઈ હો, હું આ જર્નીનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.

લાસ વેગાસમાં યોજાયેલા આ સમારોહમાં વિવેક ઓબેરોય, અભિનેત્રી સોહા અલી ખાન, અદિતિ ગોવિત્રીકર અને મોહમ્મદ અઝહરુદ્દીન જ્યુરી પેનલના સભ્યોમાં સામેલ હતા.

સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે. સરગમ મોડલ સાથે સાથે ટીચર છે. તેણે વર્ષ 2018માં ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ તેણે મિસિસ ઈન્ડિયા 2022માં પણ ભાગ લીધો હતો અને ટાઈટલ જીત્યું હતું. હવે તેણે મિસિસ વર્લ્ડ 2022માં મિસિસ ઈન્ડિયા તરીકે ભાગ લીધો અને તાજ જીતીને ઈતિહાસ રચ્યો છે. સરગમ કૌશલના પતિ ભારતીય નેવીમાં છે. સરગમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શિક્ષક હતા. તેણે અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X