મૃણાલ ઠાકુરે કરી સાત મહિના પહેલા થયેલા બ્રેકઅપ પર કરી વાત, કહ્યુ - એ એટલા માટે ભાગી ગયો કારણકે હું...

મૃણાલ ઠાકુરે પોતાના વિશે પણ ઘણા સવાલોના જવાબ આપ્યા છે. પોતાના બ્રેકઅપ વિશે જણાવ્યુ છે. જાણો શું કહ્યુ.

મુંબઈઃ અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પોતાની નવી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે જેમાં એ અભિનેતા શાહિદ કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં છે. મૃણાલ ઠાકુર 'જર્સી'ને લઈને તો સતત વાત કરી રહી છે, તેણે પોતાના વિશે પણ ઘણા સવાલોના જવાબ તેણે આપ્યા છે. મૃણાલે પોતાના ડિપ્રેશન વિશે વાત કરી છે. વળી, પોતાના બ્રેકઅપ વિશે જણાવ્યુ છે. સાત મહિના પહેલા જ તેનુ બ્રેકઅપ થયુ છે.

સાત મહિના પહેલા થયુ બ્રેકઅપ

સાત મહિના પહેલા થયુ બ્રેકઅપ

મૃણાલ ઠાકુરે એક વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેનુ દિલ ઘણી વાર તૂટી ચૂક્યુ છે. તેનુ લેટેસ્ટ બ્રેકઅફ સાત મહિના પહેલા થયુ હતી. મૃણાલ કહે છે કે તે એને છોડીને ભાગી ગયો કારણકે એ મારા પ્રોફેશનને લઈને સહજ નહોતો. તેણે કહ્યુ કે તુ એક અભિનેત્રી છે, હું તારી સાથે નહિ રહી શકુ. અભિનેત્રીએ જણાવ્યુ કે તેના વિચારો રૂઢિવાદી પ્રકારના હતા અને એ મારા પ્રોફેશનથી એક પરેશાનીમાં રહેતો હતો.

ડિપ્રેશન પર પણ કરી વાત

ડિપ્રેશન પર પણ કરી વાત

મૃણાલ ઠાકુરે પોતાના ડિપ્રેશન પર વાત કરીને કહ્યુ કે ટીન એજમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મૃણાલે કહ્યુ કે જ્યારે તે કૉલેજમાં હતી ત્યારે તેને આત્મહત્યા કરવાના વિચારો આવ્યા કરતા હતા. તેનુ કહેવુ છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેને ઘણા વાર કૂદીને જીવ આપવાના વિચારો આવતા હતા.

મૃણાલને જર્સી ફિલ્મની રિલીઝની રાહ

મૃણાલને જર્સી ફિલ્મની રિલીઝની રાહ

મૃણાલ હાલમાં પોતાની ફિલ્મ જર્સીની રિલીઝની રાહ જોઈ રહી છે. મૃણાલ અને શાહિદની ફિલ્મ જર્સીને 31 ડિસેમ્બરે રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝને ટાળી દેવામાં આવી હતી. ફિલ્મ નિર્માતાઓ તરફથી ટૂંક સમયમાં નવી રિલીઝ ડેટ જાહેર થવાની આશા છે.

મૃણાલે ટીવીમાં પણ કર્યુ છે કામ

મૃણાલે ટીવીમાં પણ કર્યુ છે કામ

મૃણાલ ઠાકુરે એક્ટિંગ કરિયરની શરુઆત ટીવી શો 'મુઝસે કુછ કહતી હે ખામોશિયાં'થી કરી હતી. ટીવી પર તેને કુમકુમ ભાગ્યમાં બુલબુલની ભૂમિકામાં ખૂબ જ ફેમ મળી. મૃણાલે 2019માં આવેલી સુપર 30માં ઋતિક રોશન સાથે બૉલિવુડમાં પોતાની શરુઆત કરી. ત્યારબાદ તેણે બાટલા હાઉસ, ઘોસ્ટ સ્ટોરીઝ, તૂફાન અને ધમાકા જેવી ફિલ્મોમાં કામ કર્યુ. હવે તેની ફિલ્મ જર્સી રિલીઝ માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X