ભાગ ખુલી ગયાં પૂનમના, મુકેશ ભટ્ટ ઓળઘોળ

મુંબઈ, 6 જૂન : નશા ગર્લ પૂનમ પાન્ડેના તો ભાગ ખુલી ગયાં લાગે છે. તેમની ફિલ્મ 26મી જુલાઈએ રિલીઝ થવાની છે અને તે પહેલાં જ બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટ ઓળઘોળ થઈ ગયાં છે. બીજી બાજુ ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેનાએ પણ પૂનમના ભરપેટ વખાણ કર્યાં છે.

mukeshbhatt-amitsaxena

આદિત્ય ભાટિયા નિર્મિત તથા અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મના ફર્સ્ટ લુક તથા ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે હાજર રહેલાં મુકેશ ભટ્ટનું માનવું છે - નશા ફિલ્મ વિવાદાસ્પદ મૉડેલ પૂનમ પાન્ડેના કૅરિયરમાં એક મહત્વની ફિલ્મ રહેશે. અમિતે તેમને જે રીતે રજૂ કર્યાં છે, બીજો કોઈ ન કરી શકત. મને સમ્પૂર્ણ વિશ્વાસ છે કે આ ફિલ્મ બાદ તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ હશે.

આ પ્રસંગે દિગ્દર્શક અમિત સક્સેનાએ પણ પૂનમના ખૂબ વખાણ કર્યાં. તેમણે જણાવ્યું - હું તેમની પ્રતિભાથી બહુ પ્રભાવિત હતો. તેમનામાં જે પ્રતિભા હતી, તે સહજ હતી. તેઓ બિલ્કુલ સહજ હતાં. મને એક પળ માટે પણ એવું નથી લાગ્યું કે હું એક નવોદિત કલાકાર સાથે કામ કરી રહ્યો છું. પૂનમ પાન્ડે કૅમેરા સામે એકદમ સહજ રહેતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X