મર્ડર 3 અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ : મહેશ ભટ્ટ
મુંબઈ, 10 જાન્યુઆરી : ભટ્ટ કૅમ્પની ફિલ્મ મર્ડર 3 અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ છે. આમ અમે નથી કહેતાં, પણ પોતે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકો કહે છે. ફિલ્મને આમ જ કહી પ્રચારિત કરાઈ રહી છે. ભટ્ટ કૅમ્પના પિતામહ મહેશ ભટ્ટે જણાવ્યું કે તેમની ફિલ્મ મર્ડર 3 અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ હશે કે જે જોયા બાદ લોકો જીવનની હકીકતથી મોઢું નહીં ફેરવી શકશે.

મહેશ ભટ્ટે જણાવ્યું કે મર્ડર 3નો વિષય મલ્ટી પાર્ટનર રિલેશન છે. તેને પૂર્ણત્વે યોગ્ય ઠેરવતાં તેમણે જણાવ્યું કે ફિલ્મ ચોક્કસ લોકોને ગમશે, કારણ કે લોકો આવું જ બધું જોવા માંગે છે. તેથી અમે આવું બધું બતાવી રહ્યાં છીએ. ફિલ્મમાં રણદીપ હુડા, પાકિસ્તાની ફિલ્મ અભિનેત્રી સારા લૉરેન, અદિતી રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મ પ્રત્યે લોકોનો ક્રેઝ એટલા માટે પણ વધુ છે કે મર્ડર અને મર્ડર 2 બંનેએ બૉક્સ ઑફિસ ઉપર ધમાલ મચાવી હતી. તેથી લોકોને લાગે છે કે મર્ડર 3 પણ ધમાલ મચાવશે.
જોકે ફિલ્મ અંગે વિવાદ પણ શરૂ થઈ ગયાં છે. તે અંગે મહેશ ભટ્ટે જણાવ્યું કે જો ફિલ્મને એ કાર્ડ મળે, તો પણ કોઈ પરવા નથી, કારણ કે કાર્ડ એ મળે કે બીજું કોઈ... તેમની ફિલ્મ તેવી દરેક વ્યક્તિ જોશે કે જે ફિલ્મમાં સેક્સ અને હૉટનેસ જોવા માંગે છે. મહેશ ભટ્ટે જણાવ્યું - મને ખબર છે કે આ ચાહત દરેક હિન્દુસ્તાનીની હોય છે.












Click it and Unblock the Notifications
