સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનું નિધન

મુંબઈ: બોલીવુડમાંથી એક દુખદ સમાચાર મળી રહ્યાં છે. છેલ્લા લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહેલા આદેશ શ્રીવાસ્તવનું શુક્રવારે મોડીરાત્રે કોકીલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં નીધન થયું છે. આદેશ શ્રીવાસ્તવ માત્ર 49 વર્ષની ઉંમરના હતા . છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

Aadesh shrivastava

હોસ્પિટલના ડૉક્ટર રામ નારાયણે જણાવ્યું કે આદેશ શ્રીવાસ્તવે શુક્રવારે મોડીરાત્રે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. આદેશની કેમિયોથેરાપી થઈ હતી, તેમ છતા તેમની તબિયતમાં કોઈ સુધાર ન હતો.

મહત્વપૂર્ણ છે કે ફ્લોપ ફિલ્મોના હીટ સંગીતકાર તરીકે જાણીતા આદેશે ચલતે ચલતે, બાબુલ, બાગબાન, કભી ખુશી કભી ગમ, રાજનિતી, અને વેલકમ જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું હતુ. આદેશને વર્ષ 2010માં કેન્સર થયું હતું ત્યારે તે ઠીક થઈ ગયા હતા. પરંતુ આ વખતે તેમની કેન્સર સામે હાર થઈ.

ફ્લોપ ફિલ્મોના હીટ સંગીતકાર તરીકે જાણીતા આદેશ
આદેશ શ્રીવાસ્તવના લગ્ન અભિનેત્રી વિજેતા પંડિત સાથે થયા હતા. વિજેતા પંડિત સંગીતકાર લલિત પંડિત અને અભિનેત્રી સુલક્ષણા પંડિતની બહેન છે. આદેશ-વિજેતાના અનિમેશ અને અવિતેશ નામના બે દિકરા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X