Pics : હીરો ભલે ન હોય, સ્વભાવ મળે તે જ મારો ‘રાજકુમાર’ : પ્રિયંકા

મુંબઈ, 30 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પાસે પોતાના ભાવી જીવનસાથીમાં જોઇતા ગુણોની લાંબી યાદી છે. તેમનું કહેવું છે કે તેમનો જીવનસાથી તેમના જેવો સ્વભાવ ધરાવતો હોવો જોઇએ.

પ્રિયંકા ચોપરા શુક્રવારે આંતરરાષ્ટ્રીય ફૅશન બ્રાન્ડ ગેસના નવા ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું - મારી યાદી બહુ લાંબી છે અને બહુ ઉંચા માપદંડો છે. મારો જીવનસાથી એક સજ્જન પુરુષ હોવો જોઇએ. તે બુદ્ધિશાળી હોવો જોઇએ, થોડોક મજાકિયો હોવો જોઇએ કે જેનું હું સન્માન કરું. તે મોજ-મસ્તી પસંદ કરતો હોય, સુંદર હોય, મારા જેવો હોય.

તાજેતરમાં જ રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર પ્રિયંકા ચોપરા હવે ગુન્ડે ફિલ્મમાં રણવીર સિંહ સાથે નજરે પડવાના છે.પ્રિયંકાએ જણાવ્યું કે તેમના માટે એ મહત્વનું નથી કે તેમનો સાથી અભિનેતા છે કે નહીં. તેમણે જણાવ્યું - તે એક સફળ માણસ હોવો જોઇએ. એ મહત્વનું નથી કે તે અભિનેતા છે કે નહીં. હું એવા માણસનુ સન્માન નથી કરી શકું કે જે પોતાના જીવનમાં સફળ નથી.

આવો તસવીરો સાથે જોઇએ પ્રિયંકા ચોપરા શું કહે છે આગળ :

પ્રથમ ગેસ એમ્બેસેડર

પ્રથમ ગેસ એમ્બેસેડર

પ્રિયંકા ચોપરા વૈશ્વિક ફૅશન બ્રાન્ડ ગેસના બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ બૉલીવુડ અભિનેત્રી છે.

નવા ચહેરા તરીકે રજૂ

નવા ચહેરા તરીકે રજૂ

ફૅશન બ્રાન્ડ ગેસના નવા ચહેરા તરીકે શુક્રવારના રોજ પ્રિયંકા ચોપરાને રજૂ કરવામાં આવ્યાં.

ગૌરવની વાત

ગૌરવની વાત

આ પ્રસંગે પ્રિયંકાએ જણાવ્યું - ગેસનું બ્રાન્ડ એમ્બેસેડર બનવું મારા માટે સચમુચ મોટી બાબત છે, કારણ કે અત્યાર સુધી દુનિયા ભરની સુંદર અને આદર્શ ગણાતી મિલાઓ તેના પ્રચાર અભિયાનનો ભાગ રહી છે. આ દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ફૅશન બ્રાન્ડમાંની એક છે.

વાહ...

વાહ...

પ્રિયંકાએ જણાવ્યું - આ વખતે જ્યારે હું ન્યુયૉર્ક ખાતે હતી, ત્યારે મેં મૅગેઝીન ખરીદ્યું અને જોયું કે કવર પેજ ઉપર સામે જૂલિયા રૉબર્ટ્સ તેમજ પાછળ મારી તસવીર છે. મારા પ્રત્યાઘાત હતાં - વાહ...

બ્રાયન એડમ્સે ખેંચી તસવીરો

બ્રાયન એડમ્સે ખેંચી તસવીરો

આંતરરાષ્ટ્રીય ગાયક બ્રાયન એડમ્સે પ્રચાર ઝુંબેશ માટે પ્રિયંકા ચોપરાની તસવીરો ખેંચી છે.

હું નહોતી જાણતી

હું નહોતી જાણતી

પ્રિયંકાએ જણાવ્યું - જ્યારે મને પહેલી વાર બતાવાયું કે બ્રાયન આપની તસવીરો લેશે, તો મને લાગ્યું કે આ કોઈ બીજા બ્રાયન એડમ્સ હશે.

પ્રતિભાશાળી ફોટોગ્રાફર પણ

પ્રતિભાશાળી ફોટોગ્રાફર પણ

પ્રિયંકા ચોપરા કહે છે - હું તો વિચારી જ નહીં શકી કે કોઈ વ્યક્તિ આટલી પ્રતિભાશાળી હોઈ શકે કે બહેતરીન ગાયક પણ હોય અને ફોટોગ્રાફર પણ.

પાછળથી જાણ થઈ

પાછળથી જાણ થઈ

પ્રિયંકાએ જણાવ્યું - મને પાછળથી જાણ થી કે બ્રાયન એડમ્સ ગેસની અનેક પ્રચાર ઝુંબેશો માટે કામ કરી ચુક્યાં છે.

આંતરરાષ્ટ્રીય ગાયિકા

આંતરરાષ્ટ્રીય ગાયિકા

પ્રિયંકા ચોપરા પોતાના બે ગીતો ઇન માય સિટી તેમજ એક્ઝૉટિક લૉન્ચ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ગાયિકા બની ચુક્યાં છે. તેઓ ત્રીજા ગીત ઉપર કામ શરૂ કરી ચુક્યાં છે.

ગુન્ડે નેક્સ્ટ

ગુન્ડે નેક્સ્ટ

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ગુન્ડે છે કે જેમાં તેમની સાથે અર્જુન કપૂર અને રણવીર સિંહ છે.

મૅરી કોમ

મૅરી કોમ

પ્રિયંકા ચોપરા આગામી સમયમાં સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ મૅરી કોમમાં પણ કામ કરી રહ્યાં છે.

રામલીલા

રામલીલા

પ્રિયંકા છેલ્લે રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતા નજરે પડ્યાં છે.

કસરત પસંદ નથી

કસરત પસંદ નથી

પ્રિયંકા ચોપરાએ મૅરી કોમના જીવન પર બનતી ફિલ્મ સંદર્ભે જણાવ્યું - મને કસરત કરવી નથી ગમતી. હું જ જાણું છું કે મૅરી કોમની ફિલ્મ માટે હું કઈ રીતે કસરત કરી રહી છું.

ગર્વ છે જાત પર

ગર્વ છે જાત પર

ભલે પ્રિયંકા પોતાના વિશે કંઈ પણ કહે, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ચુક્યાં છે. ગેસના બ્રાન્ડ ઍમ્બેસેડર બનેલા પ્રિયંકાએ જણાવ્યું - હું બ્રાન્ડનો ચેહોર બની પોતાની જાતને ગૌરવાન્વિત અનુભવુ છું.

શૂટઆઉટથી શરુઆત

શૂટઆઉટથી શરુઆત

પ્રિયંકાએ પ્રથમ વાર શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ.... આયટમ સૉંગ કર્યુ હતું.

ક્રિશ 3-ઝંજીર

ક્રિશ 3-ઝંજીર

પ્રિયંકા ચોપરાની લીડ રોલ ધરાવતી છેલ્લી ફિલ્મો ઝંજીર અને ક્રિશ 3 હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X