તનુશ્રી દત્તાને કાનૂની નોટિસ મોકલશે નાના પાટેકર

અભિનેત્રી તનુશ્રી દત્તા ઘ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણ આરોપ પર નાના પાટેકર હવે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.

અભિનેત્રી તનુશ્રી દત્તા ઘ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણ આરોપ પર નાના પાટેકર હવે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. નાના પાટેકરના વકીલ રાજેન્દ્ર શિરોડકરે એએનઆઈને જણાવ્યું કે નાના પાટેકર હવે તનુશ્રી દત્તાને નોટિસ મોકલવા જઈ રહ્યા છે. વકીલ રાજેન્દ્ર શિરોડકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તનુશ્રી દત્તાએ ખોટા આરોપો લગાવ્યા છે. અમે તેમને કાનૂની નોટિસ મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છે. રાજેન્દ્ર શિરોડકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે નાના પાટેકર આ નોટિસમાં તેમને માફી માંગવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચો: તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

નાના પાટેકરે તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને ખુલાસો કર્યો હતો કે 10 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તનુશ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2008 દરમિયાન હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે તેમનું યૌન શોષણ કર્યું હતું.

નાના પાટેકરે ગુડ્ડાઓ બોલાવીને તોડફોડ કરી

નાના પાટેકરે ગુડ્ડાઓ બોલાવીને તોડફોડ કરી

એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે નાના પાટેકરે તેને ધમકાવી હતી. તનુશ્રીએ કહ્યું કે, 'હા, મને ધમકાવવામાં આવી હતી અને મારી કાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ સમયે મારા માતા-પિતા પણ મારી સાથે કારમાં હાજર હતા. નાના પાટેકરના કહેવા પર એક રાજકીય પક્ષના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે પાટેકરના કહેવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેની ગાડી પર હુમલો કર્યો હતો.'

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X