Exclusive : હવે મલ્લિકાએ શરૂ કર્યું ‘નમો નમો’!
મુંબઈ, 7 સપ્ટેમ્બર : મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતના બૉક્સ ઑફિસ રિપોર્ટ્સ બહુ ખરાબ ચાલે છે. એક હિટ ફિલ્મની ચાહતમાં મલ્લિકાએ ઘણી ફ્લૉપ ફિલ્મો આપી દીધી છે. નિષ્ફળતાથી ગભરાઈ મૅડમ હૉટ પ્રયાણ કરે છે ટેલીવિઝન તરફ. તેથી તેમણે રિયલિટી શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા સાઇન કર્યો છે. તેમાં તેઓ પોતાના માટે પરફેક્ટ બૅચલર શોધશે, પરંતુ આ શો પહેલા જ મલ્લિકા ઘણા બધા હૉટ અને સિઝલિંગ નિવેદનો આપી રહ્યાં છે કે જેથી તેમના અને તેમના શો પ્રત્યે લોકો આકર્ષાય.
તાજેતરમાં જ આ શો માટે ઉદયપુર પહોંચેલા મલ્લિકા શેરાવતે બોલી નાંખ્યું કે તેમના માટે દેશના પરફેક્ટ બૅલચર કોઈ હોય, તો તે છે ગુજરાતના મુખ્યમંત્રી અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય નરેન્દ્ર મોદી. મલ્લિકાએ જણાવ્યું કે મોદીની વિચારસરણી નવી છે, તેઓ ક્રિએટિવ તથા પ્રોગ્રેસિવ વાતો કરે છે. તેઓ સ્માર્ટ છે, બુદ્ધિશાળી છે અને બહાદુર છે. તેથી મલ્લિકાના હિસાબે નરેન્દ્ર મોદી જ તેમના માટે પરફેક્ટ અને બેસ્ટ છે.
આપને જણાવી દઇએ કે લાઇફ ઓકે પર પ્રસારિત થનાર આ રિયલિટી શોમાં મલ્લિકા શેરાવત સાથે સન્ની લિયોન પણ દેખાશે. સન્ની વર શોધવામાં મલ્લિકાને મદદ કરશે. સ્વાભાવિક છે કે મલ્લિકાએ મોદી અંગે ટિપ્પણી કરી છે, તો મોદી સમર્થકો તરફથી કૉમેંટ્સ આવવાના જ હતાં. મોદી સમર્થકોએ ટ્વિટર ઉપર મલ્લિકા શેરાવત માટે ભારે-ભરખમ કૉમેંટ્સ મૂક્યાં છે. કેટલાંક લોકોને તો મલ્લિકાની આ વાત ઉપર હાસ્ય ઉપજ્યું, પરંતુ કેટલાંકે મલ્લિકાને ઘણું બધું સંભળાવી દીધું.
આવો તસવીરો સાથે જાણીએ મલ્લિકા શેરાવત માટે લોકોએ કેવા ટ્વીટ કર્યાં છે :

મલ્લિકા... ક્યોં મોદી-મોદી કરતી હૈ... મોદી-મોદી
લખનઉના અંશુમાને ટ્વીટ કર્યું છે કે મલ્લિકાજી, આપની દુકાન નથી ચાલતી, તો આપે હિટ થવા માટે મોદીજીનું નામ લઈ નાંખ્યું, ગુડ... હું તો બસ એટલું જ કહીશ કે ક્યોં મોદી-મોદી કરતી હૈ... મોદી-મોદી.

શરમ આવવી જોઇએ
દિલ્હીના રજનીએ ટ્વીટ કર્યું - ફિલ્મી સિતારાઓ હિટ થવા માટે કંઈ પણ કહી નાંખે છે... મલ્લિકા આપને શરમ આવવી જોઇએ. આપે પોતાના ફાયદા માટે મોદી જેવા સંતનું નામ લઈ નાંખ્યું.

ગુડ મલ્લિકા ગુડ
અલ્હાબાદના રણજીત સિન્હાએ ટ્વીટ કર્યું - પબ્લિસિટી મેળવવી કોઈ મલ્લિકા પાસે શીખે... પોતાના શો પ્રત્યે રુચિ ઉપજાવવા મલ્લિકાએ મોદીનું નામ લીધું... ગુડ મલ્લિકા ગુડ..!

શોનો ઇંતેજાર
આગરાના સિદ્ધાર્થે ટ્વીટ કર્યું - મલ્લિકાએ મોદીનું નામ લીધું છે, તો હું શોનો પ્રથમ એપિસોડ તો જરૂર જોઈશ... હવે તો મને પણ શોનો ઇંતેજાર છે.

હિટ થવા કંઈ પણ કરશે
મુંબઈ નિવાસી આરતીએ ટ્વીટ કર્યું - મૅડમ મલ્લિકા હિટ થવા માટે કંઈ પણ કરી શકે છે. મોદીના બહાને તેમને થોડીક તો ટીઆરપી મળશે જ.












Click it and Unblock the Notifications
