નરગિસે વીડિયો પોસ્ટ કરીને માંગી મદદ, કહ્યુ - ત્રણ દિવસથી એક જ ડ્રેસમાં છુ
બૉલિવુડના સ્ટાર્સ પણ ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી નરગિસ ફાકરીનો પણ એક વીડિયો સામે આવ્યો છે.
કોરોના વાયરસ(કોવિડ-19)ના કારણે દુનિયાભરમાં લૉકડાઉનની સ્થિતિ છે. જેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકચા. પોતાના બચાવમાં લોકો સાર્વજનિક સ્થળોએ જવાથી બચી રહ્યા છે. આ દરમિયાન દરેક જણ ખુદને બંધ કરીને સુરક્ષિત રાખી રહ્યા છે. બૉલિવુડના સ્ટાર્સ પણ ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી નરગિસ ફાકરીનો પણ એક વીડિયો સામે આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
નરગિસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નરગિસ થોડી ચિંતામાં દેખાઈ રહી છે અને પોતાની મુશ્કેલીઓ જણાવી રહી છે. વીડિયો શેર કરીને નરગિસ જણાવી રહી છે કે તે ઘરે રહીને બહુ જ બોર થઈ ગઈ છે. તેણે કહ્યુ કે તે છેલ્લા ત્રણ દિવસથી એક જ કપડામાં છે. નરગિસે એ પણ કહ્યુ કે આમ કરવાથી ઘણા પૈસા બચાવી શકાય છે.

કેપ્શનમાં લખ્યુ, મદદ કરો
વીડિયો શેર કરીને કેપ્શનમાં નરગિસે લખ્યુ, ‘મદદ કરો, ત્રણ દિવસથી એક જ કપડામાં છુ. પોઈન્ટ શું છે? શું પહેરી રહ્યા છે અને કેટલી વાર પહેરી રહ્યા છે, આપણે જો આ બધુ નહિ વિચારીએ તો આપણા ઘણા બધા પૈસા બચી જશે, કેમ કરી રહ્યા છે આપણે આ બધુ ન વિચારીએ તો આપણા ઘણા બધા પૈસા બચી જશે, કેમ વિચારી રહ્યા છે આપણે આ બધુ.' આના થોડા દિવસ પહેલા પણ નરગિસે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જણાવી રહી હતી કે તે ઘરેથી જ કામ કરી રહી છે.

કેવી રીતે સમય પસાર કરી રહી છે નરગિસ
નરગિસે એક વીડિયો શેર કરીને જણાવ્યુ હતુ કે તે કેવી રીતે ઘરમાં સમય પસાર કરી રહી છે. તેણે ઘરની સફાઈ કરતો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં નરગિસ રસોઈમાં વાસણ સાફ કરતી, ટૉયલેટની સફાઈ કરતી, કચરો વાળતી, કપડા ધોતી અને ફની મેસેજ બનાવતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે નરગિસ હાલમાં ભારતમાં નહિ પરંતુ કેલિફોર્નિયામાં છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નરગિસ ફાકરીને છેલ્લી વાર ફિલ્મ અમાવસમાં જોવામાં આવી હતી. આમાં તેમની સાથે સચિન જોશી અને મોના સિંહ પણ જોવા મળ્યા હતા. નરગિસ ફિલ્મ રૉકસ્ટારથી ફેમસ થઈ હતી. આ ફિલ્મમાં તેણે અભિનેતા રણબીર કપૂર સાથે કામ કર્યુ હતુ. બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. નરગિસ ભલે હાલમાં ફિલ્મોથિ દૂર હોય પરંતુ પોતાના ફેન્સ માટે તે ઘણીવાર પોસ્ટ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
View this post on InstagramA post shared by Nargis Fakhri (@nargisfakhri) on












Click it and Unblock the Notifications
