Pics : ‘પડદા ઉપર જાદૂ પાથરે છે મારી ને નસીરની જોડી’
મુંબઈ, 27 સપ્ટેમ્બર : અભિનેતા અરશદ વારસી માને છે કે જ્યારે તેઓ દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે અભિનય કરે છે, ત્યારે પડદા ઉપર જાદૂ કરી દે છે. અરશદ અને નસીરુદ્દીન શાહ સને 2010માં આવેલી ઇશ્કિયા ફિલ્મમાં પહેલી વાર એક સાથે આવ્યા હતાં. હવે આ જોડી ડેઢ ઇશ્કિયામાં દેખાવાની છે, તો ચંબલ સફારીમાં પણ બંને એક સાથે કામ કરતાં નજરે પડશે.
વૉર્નિંગ ફિલ્મના પ્રીમિયર દરમિયાન અરશદે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - નસીર સાહેબ મારા મિત્ર અને બહુ સારા કલાકાર છે. હું તેમને પસંદ કરુ છું તથા તેમની સાથે મારી બહુ નિકટતા છે. જ્યારે અમે બંને પડદા ઉપર હોઇએ, ત્યારે એવું લાગે છે કે જાણે કંઈક જાદૂ થઈ ગયો હોય. મને તેમની સાથે કામ કરવું ગમે છે.
અરશદ વારસી કહે છે - ચંબલ સફારી ફિલ્મમાં અમે પુનઃ એક સાથ આવી રહ્યાં છીએ. ફિલ્મમાં અરશદ વારસી ડાકૂની ભૂમિકા ભજવવાના છે. ચંબલ સફારીના દિગ્દર્શક મકબૂલ ખાન છે, જ્યારે ડેઢ ઇશ્કિયા ફિલ્મનું દિગ્દર્શનક અભિષેક ચૌબે કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

જાદૂ છે આ જોડીમાં
વૉર્નિંગ ફિલ્મના પ્રીમિયર દરમિયાન અરશદે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - નસીર સાહેબ મારા મિત્ર અને બહુ સારા કલાકાર છે. હું તેમને પસંદ કરુ છું તથા તેમની સાથે મારી બહુ નિકટતા છે. જ્યારે અમે બંને પડદા ઉપર હોઇએ, ત્યારે એવું લાગે છે કે જાણે કંઈક જાદૂ થઈ ગયો હોય. મને તેમની સાથે કામ કરવું ગમે છે.

ઇશ્કિયામાં શાનદાર અભિનય
અરશદ વારસી અને નસીરુદ્દીન શાહે પ્રથમ વાર ઇશ્કિયા ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતું.

વખાણવા લાયક કામ
ઇશ્કિયા ફિલ્મ સફળ રહી હતી અને તેમાં અરશદ-નસીરના કામના બહુ વખાણ થયા હતાં.

વિદ્યા બાલન પણ હતાં
ઇશ્કિયા ફિલ્મમાં અરશદ-નસીર સાથે વિદ્યા બાલન પણ હતાં.

ડેઢ ઇશ્કિયા
ડેઢ ઇશ્કિયા ફિલ્મ ઇશ્કિયાની સિક્વલ છે અને નસીર-અરશદની જોડી સિક્વલમાં પણ રિપીટ કરાઈ છે. જોકે હીરોઇનો બદલાઈ ગઈ છે. ડેઢ ઇશ્કિયામાં હુમા કુરૈશી ને માધુરી દીક્ષિત છે.

હવે ચંબલ સફારી
ડેઢ ઇશ્કિયા ઉપરાંત અરશદ વારસી અને નસીરુદ્દીન શાહ ચંબલ સફારી ફિલ્મમાં પણ સાથે નજરે પડશે કે જેમાં અરશદ એક ડાકૂની ભૂમિકા ભજવી રહ્યાં છે.

Click it and Unblock the Notifications