નવાઝુદ્દીને પત્ની આલિયાને મોકલી લીગલ નોટિસ, પોતાના પર લાગેલા આરોપો પર તોડ્યુ મૌન
નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. જેના પર હવે તેમણે મૌન તોડ્યુ છે.
બૉલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. હાલમાં જ તેમની પત્નીએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી હતી. ત્યારબાદ તેમની ભત્રીજીએ પણ તેમના ભાઈ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. આ બધા કેસો પર નવાઝુદ્દીન સિદ્દીકીએ મૌન રાખ્યુ હતુ પરંતુ હવે તેમણે પોતાની પત્ની આલિયાને લીગલ નોટિસ મોકલી છે. જેમાં તેમણે આલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

નવાઝુદ્દીને આલિયા પર લગાવ્યા ઘણા આરોપ
આ નોટિસમાં નવાઝુદ્દીને આલિયા પર છેતરપિંડીમાં શામેલ થવા, જાણીજોઈને અને સુનિયોજિત રીતે માનહાનિ કરવા અને ચરિત્રની બદનામી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે તે આલિયાને ડિવોર્સની નોટિસનો જવાબ 15 દિવસની અંદર 19 મેના રોજ આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીનની પત્ની આલિયાએ પોતાના લગ્ન પહેલાના નામ અંજના કિશોર પાંડેનો ફરીથી ઉપયોગ કરવાનુ શરૂ કરી દીધુ છે. આલિયાએ લીગલ નોટિસ મોકલવા પર ટ્વિટ પણ કર્યુ છે.

આલિયા બોલી - મારા જવાબની રાહ જુઓ
પોતાના ટ્વિટમાં આલિયાએ લખ્યુ, 'સારુ થયુ કે તમે છેવટે કંઈ બોલ્યા નવાઝુદ્દીન સિદ્દીકી. હવે મારા જવાબની રાહ જુઓ. હું તમારી સામે કોઈ પણ એક્શન લેવામાં ખચકાઈશ નહિ.' હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ આલિયાએ કહ્યુ હતુ કે નવાઝે તેને મહિનાનુ ભથ્થુ આપવાનુ બંધ કરી દીધુ છે જેના કારણે તે પોતાના બાળકની સ્કૂલ ફી નથી આપી શકતી. આ દાવાને ખોટો ગણાવીને નવાઝુદ્દીને એક ન્યૂઝ વેબસાઈટને બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ મોકલી. જેમાં તેમણે કહ્યુ કે તે પોતાના બાળક માટે પૈસા મોકલી રહ્યા છે અને લૉકડાઉનમાં ઘરની ઈએમઆઈ પણ ચૂકવી રહ્યા છે.

નવાઝુ્દ્દીને માંગ્યુ લેખિત સ્પષ્ટીકરણ
આ સાથે જ નવાઝુદ્દીને આલિયાને કહ્યુ કે તે તેની સામે માનહાનિુ નિવેદન ના આપે અને હજુ હાલમાં જ જે કંઈ પણ કહ્યુ છે તેનુ લેખિતમાં સ્પષ્ટીકરણ આપે. વળી, આલિયાએ નવાઝુદ્દીનને લીગલ નોટિસ મોકલી હતી તેમાં તેણે ડિવોર્સની સાથે સાથે મેઈન્ટેનન્સ પણ માંગ્યુ છે. સાથે જ આમાં નવાઝુદ્દીન અને તેમના પરિવર પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવાઝુદ્દીન અને આલિયાના લગ્નને દસ વર્ષથી વધુ થઈ ગયા છે. આલિયાનુ કહેવુ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેમના લગ્નમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
