For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ગન્ના, ગેહૂં ઔર ગનમાં નવા-જૂની કરશે નવાઝુદ્દીન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જૂન : કહાની, ગૅંગ્સ ઑફ વાસેપુર સહિત અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચુકેલા નવાઝુદ્દીન સિદ્દીકી વધુ નવા-જૂની કરવાની તૈયારીમાં છે. તેઓ હવે ગન્ના, ગેહૂં ઔર ગન ફિલ્મમાં દેખાવાના છે. ફિલ્મનું દિગ્દર્શન શમ્સ કરવાનાં છે કે જેઓ નવાઝુદ્દીનનાભાઈ છે. હાલ તો આ ફિલ્મનું ગન્ના, ગેહૂં ઔર ગન રાખવામાં આવ્યું છે કે જેમાં પછીથી પરિવર્તન થવાની શક્યતા છે.

nawazuddin

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ભાઈના દિગ્દર્શન હેઠળ કામ કરતા અગાઉ બે માસનો આરામ લેવા માંગે છે. તેમણે જણાવ્યું - મારો ભાઈ પોતાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઈ રહ્યો છે અને ફિલ્મનું હંગામી નામ ગન્ના, ગેહૂં ઔર ગન રાખવમાં આવ્યું છે. હું આ ફિલ્મનો ભાગ બનવા માટે આતુર છું. જોઉ છું કે તે મને ફિલ્મમાં કઈ રીતે રજૂ કરશે.

તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત ગન્ના, ગેહૂં ઔર ગન ફિલ્મ એક અપરાધની આસપાસ ફરે છે. શમ્સ અગાઉ ટેલીવિઝન શ્રેણી ક્રાઇમ પેટ્રોલના કેટલાંક એપિસોડ્સનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. ગન્ના, ગેહૂં ઔર ગન ફિલ્મનું શૂટિંગ વર્ષાંત સુધી શરૂ થઈ જશે.

English summary
National Award winning actor Nawazuddin Siddiqui will feature in his brother Shammas' directorial debut, tentatively titled "Ganna, Gehu Aur Gun".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X