For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્ષિતિજનો NCB પર આરોપ - કરણ જોહરનુ નામ લઈ લો, તમને છોડી દેશે

ક્ષિતિજના વકીલ સતીશ માનશિંદેએ દાવો કર્યો છે કે એનસીબીની પૂછપરછ દરમિયાન ક્ષિતિજ પર કરણ જોહરનુ નામ લેવાનો દબાણ કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલિવુડમાં સામે આવલે ડ્રગ્ઝ એંગલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) એક પછી એક નવા ખુલાસા કરી રહ્યા છે. એનસીબીની તપાસની અસર હવે બૉલિવુડની મોટી હસ્તીઓ સુધી પહોંચી ગઈ છે. આ ક્રમમાં શનિવારે ધર્મા પ્રોડક્શના પૂર્વ ફિલ્મ નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાદની લાંબી પૂછપરછ બાદ એનસીબીએ તેમની ધરપકડ કરી લીધી હતી ત્યારબાદ ક્ષિતિજને કાલે એક વિશેષ અદાલતમાં હાજર કરવામાં આવ્યા જ્યાં તેમને 3 ઓક્ટોબર સુધી એનસીબી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.

NCB પર ક્ષિતિજે લગાવ્યો આ આરોપ

NCB પર ક્ષિતિજે લગાવ્યો આ આરોપ

આ દરમિયાન તેમની સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે. એનડીટીવીના સમાચાર મુજબ ક્ષિતિજના વકીલ સતીશ માનશિંદેએ દાવો કર્યો છે કે એનસીબીની પૂછપરછ દરમિયાન ક્ષિતિજ પર કરણ જોહરનુ નામ લેવાનો દબાણ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે અત્યારે કરણ જોહરની એક પાર્ટીનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે જેમાં એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પાર્ટી દરમિયાન સ્ટાર્સ દ્વારા ડ્રગ્ઝનુ સેવન કરવામાં આવ્યુ હતુ. એનસીબીની નજર આ પાર્ટી પર પણ છે.

'NCBએ કરણ જોહરનુ નામ લેવાનુ કર્યુ દબાણ'

'NCBએ કરણ જોહરનુ નામ લેવાનુ કર્યુ દબાણ'

એટલુ જ નહિ ક્ષિતિજના વકીલે એ પણ કહ્યુ કે પૂછપરછ દરમિયાન એનસીબીએ ક્ષિતિજ સાતે થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ અને દૂર્વ્યવહાર પણ કર્યો, એટલુ જ નહિ ક્ષિતિજને પ્રતાડિત અને બ્લેકમેલ પણ કરવામાં આવ્યા છે અને તેમને વારંવાર કહેવામાં આવી રહ્યુ હતુ કે કરણ જોહરનુ નામ લઈ લો તો તમને છોડી દેશે જ્યારે આ સમગ્ર પ્રકરણથી ક્ષિતિજને કંઈ પણ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે ક્ષિતિજ રવિવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા જ્યાં તેમને 3 ઓક્ટોબર સુધી પોલિસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

એનસીબીએ સિગરેટના ટૂકડાને ગાંજો ગણાવી દીધા

એનસીબીએ સિગરેટના ટૂકડાને ગાંજો ગણાવી દીધા

વકીલના જણાવ્યા મુજબ કોર્ટ સામે ક્ષિતિજે કહ્યુ કે તેને 24 સપ્ટેમ્બર 2020એ એનસીબીએ કૉલ કર્યો હતો જ્યારે તે દિલ્લીમાં હતા. એનસીબીએ તેમને જણાવ્યુ કે તે ક્ષિતિજનુ નિવેદન નોંધશે અને તેમના ઘરની તપાસ કરશે જેને તેમણે ત્યાં સુધી સીલ કરી લીધુ હતુ. 25 સપ્ટેમ્બરે ક્ષિતિજ મુંબઈ આવ્યા અને સવારે 9 વાગે એનસીબીની હાજરીમાં ઘરની અંદર પ્રવેશ્યા. એનસીબીને ક્ષિતિજના ઘરમાંથી કંઈ મળ્યુ સિવાય કે બાલકનીમાં સિગરેટના ટૂકડા જેને વારંવાર ગાંજો ગણાવવામાં આવી રહ્યા હતા અને પંચનામુ પણ બનાવી દીધુ. ક્ષિતિજની પત્નીએ વિરોધ કર્યો તો તેમણે પંચનામામાં 'માનવામાં આવી રહ્યુ છે' શબ્દનો ઉપયોગ કર્યો.

ક્ષિતિજના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ

ક્ષિતિજના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ

ક્ષિતિજના વકીલે એનસીબી ઑફિસર્સ પર આરોપ લગાવીને કહ્યુ કે ક્ષિતિજના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ, તેણે પોતાના વકીલ સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં ન આવી અને વારંવાર કહેવામાં આવ્યુ કે તે કરણજ જોહર, સોમેલ મિશ્રા, રાખી, અપૂર્વા, નીરજ કે રાહિલનુ નામ લઈને કહે કે આ લોકો ડ્રગ્ઝ લે છે અને ડ્રગ્ઝની પાર્ટી કરે છે.

આજે જ દીકરીના નામે ખોલાવો આ બેંક અકાઉન્ટ, 21 વર્ષ પૂરા થતાં મેળવો 64 લાખ રૂપિયાઆજે જ દીકરીના નામે ખોલાવો આ બેંક અકાઉન્ટ, 21 વર્ષ પૂરા થતાં મેળવો 64 લાખ રૂપિયા

English summary
NCB officers forced Kshitij to name Karan Johar during the interrogation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X