Video: નીના ગુપ્તાએ 64 વર્ષની ઉંમરે પહેર્યો એવો ડ્રેસ, લોકોએ ટ્રોલ કરી કહ્યુ-આ ઉંમરે આ શોભા નથી આપતુ
Neena Gupta Video: બૉલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાને સ્ટાઇલિશ ક્વીન માનવામાં આવે છે. 64 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રી યુવા અભિનેત્રીઓને પોતાની સ્ટાઈલથી મ્હાત આપે છે. હાલમાં જ નીના ગુપ્તા 'ટ્રાયલ પીરિયડ'ની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે પોતાના નવા લુકથી ફેન્સનું દિલ જીતી લીધું હતું.
64 વર્ષની ઉંમરે નીના ગુપ્તા બૉલિવુડની તમામ સુંદરીઓને ટક્કર આપે છે. 'ટ્રાયલ પીરિયડ'ની સક્સેસ પાર્ટીમાં, નીના ગુપ્તા તેના આઉટફિટને કારણે ચર્ચામાં આવી હતી. આ દરમિયાન તેણે પાપારાઝીની સામે અત્યંત આત્મવિશ્વાસ સાથે બિન્દાસ્ત પોઝ આપ્યા હતા.

નીના ગુપ્તાના આ સામે આવેલા વીડિયોમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ તે પાપારાઝી સામે જોરદાર પોઝ આપે છે. નીના ગુપ્તા આ આઉટફિટમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે તે 64 વર્ષની છે. વીડિયોમાં નીના ગુપ્તાનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.
આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'જીવન આત્મવિશ્વાસ સાથે જીવવું જોઈએ, તમને ગમે તે કરો, લોકોની પરવા કર્યા વિના, જીવન એક યા બીજા દિવસે પૂર્ણ થવાનું જ છે.' જ્યારે એકે લખ્યું, 'આપણે તેને આ રીતે જજ ન કરવી જોઈએ, અભિનેત્રી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.'
આ સિવાય ઘણા ચાહકોને તેનો આ લુક પસંદ નથી આવ્યો. લોકોએ તેને ઉંમર ધ્યાનમાં લેવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું, 'આંટીજી, તમારે તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને કપડાં પહેરવા જોઈએ, આ તમને શોભતુ નથી.' જ્યારે એકે લખ્યું, 'મને લાગ્યું કે તે પૂજા ભટ્ટ છે.' એકે લખ્યું, 'તેણે યુવાનીમાં આવો ડ્રેસ પહેર્યો નહોતો અને હવે તે વૃદ્ધાવસ્થામાં પહેરી રહી છે.' હાલમાં નીના ગુપ્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
