• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેહા કક્કડે રોહનપ્રીત માટે કર્યો પ્રેમનો એકરાર, રોકા સેરેમનીના ફોટા વાયરલ

|

મુંબઈઃ બૉલિવુડની જાણીતી સિંગર નેહા કક્કડે રાઈઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સાથે પોતાના પ્રેમ અને રિલેશનશીપનો એકરાર કરી જ દીધો. શુક્રવારે (9 ઓક્ટોબર) નેહા કક્કડે રોહનપ્રીત સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને લખ્યુ, તુ મારો છે. રોહનપ્રીતે નેહા કક્કડના ફોટા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરીને લખ્યુ, આઈ લવ યુ બેબી. આ દરમિયાન નેહા કક્કડ અને રોહનપ્રીતનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેના માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેની રોકા સેરમેની થઈ ગઈ છે. ગયા સપ્તાહથી નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની અફવાઓ ઉડી રહી છે.

નેહા કક્કડ અને રોહનપ્રીતનો ફોટો વાયરલ

નેહા કક્કડ અને રોહનપ્રીતનો ફોટો વાયરલ

નેહા કક્કડે રોહનપ્રીત સાથે ફોટાને શેર કરીને લખ્યુ છે કે રોહનપ્રીત તુ મારો છે. જેના પર રોહનપ્રીતે રિપ્લાય કર્યુ છે, બાબુ આઈ લવ યુ શો મચ, મારી જાન. નેહાના આ ફોટા પર બૉલિવુડ સિંગર વિશાલ દદલાની સાથે સાથે ઘણા સેલિબ્રિટીએ પણ અભિનંંદન આપ્યા છે. નેહાનો આ ફોટો શેર થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

લગ્નની અફવાઓ વચ્ચે નેહા-રોહનપ્રીતની રોકા સેરેમનીના ફોટા વાયરલ

લગ્નની અફવાઓ વચ્ચે નેહા-રોહનપ્રીતની રોકા સેરેમનીના ફોટા વાયરલ

નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની અફવાઓ વચ્ચે તેમની રોકા સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આની કોઈ અધિકૃત સૂચના નથી. નેહા કક્કડના રોહનપ્રીતના પરિવાર સાથે અમુક ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે જેમાં નેહાના ખોળામાં ઢગલો સામાન દેખાઈ રહ્યો છે. ફોટાને નેહાના ફેન પેજે શેર કર્યો છે. જેના વિશે ફેન પેજે દાવો કર્યો છે કે આ રોકાના ફોટા છે. રોહનપ્રીતના પરિવાર સાથે નેહાના ફોટા જોઈને સોશિયલ મીડિયા પર અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બૉલિવુડ સિંગર નેહાનુ રોહનપ્રીત સાથે રોકા થઈ ચૂક્યુ છે.

નેહા અને રોહનપ્રીતના ઓક્ટોબરના અંતમાં દિલ્લીમાં લગ્ન

નેહા અને રોહનપ્રીતના ઓક્ટોબરના અંતમાં દિલ્લીમાં લગ્ન

નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની અફવાઓ ગયા સપ્તાહથી આવી રહી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આ મહિનાના અંતમાં નેહા રોહન સાથે લગ્ન કરવાન છે. હવે જ્યારે નેહાએ પોતાના પ્રેમનો એકરાર કરી દીધો છે તો આના પર મહોર લાગતી દેખાઈ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે નેહા અને રોહનપ્રીતના ઓક્ટોબરના અંતમાં દિલ્લીમાં લગ્ન થવાના છે. જો કે લગ્નના સમાચારો પર નેહા અને રોહનપ્રીતે હાલમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

AIIMએ રિપોર્ટ વકીલે ફગાવી દેતા ચેતન ભગત બોલ્યા- પુરાવા લાવો

English summary
Neha Kakkar accdept the relationship with rohanpreet. roka ceremony photos viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X