નેહા કક્કડના લગ્નની અફવાઓ પર શું કહ્યુ એક્સ-બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ?

નેહા કક્કડ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ પર તેના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

મુંબઈઃ બૉલિવુડ સિંગર નેહા કક્કડ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ પર તેના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમાંશ કોહલીએ જણાવ્યુ કે જો નેહા કક્કડ લગ્ન કરી રહી હોય તો તે તેના માટે ખુશીની વાત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન આઈડલની જજ અને બૉલિવુડ સિંગર નેહા તેમજ તેના ફ્રેન્ડ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ ઉડી રહી છે. જો કે નેહાની દોસ્ત અને રોહનપ્રીતની મેનેજરે આ અફવાઓને નકારી દીધી છે.

'હું તેના માટે ખુશ છુ'

'હું તેના માટે ખુશ છુ'

નેહાના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યુ કે, 'જો નેહા ખરેખર લગ્ન કરી રહી હોય તો હું તેના માટે ખુશ છુ. તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે, તેની પાસે કોઈ છે અને એ જોવુ મને ઘણુ સારુ લાગી રહ્યુ છે.' શું તેઓ રોહનપ્રીતને જાણે છે તેના જવાબમાં હિમાંશે કહ્યુ કે, 'ના વાસ્તવમાં નહિ.' હિમાંશ અને નેહા કક્કડ 2014થી 2018 સુધી 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એક મ્યુઝિક વીડિયોમાં પણ એક્ટિંગ કરી છે. નેહાએ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

નેહા કક્કડે હિમાંશ સાથે બ્રેકઅપ બાદ કહ્યુ હતુ..

નેહા કક્કડે હિમાંશ સાથે બ્રેકઅપ બાદ કહ્યુ હતુ..

નેહા કક્કડે હિમાંશ કોહલી સાથે પોતાના બ્રેકઅપ બાદ કહ્યુ હતુ કે, 'તે અસલમાં ડિપ્રેશનમાં હતી.' જો કે હિમાંશ કોહલીનો દાવો હતો કે તે હંમેશા તેના શુભચિંતક રહ્યા છે.' તેમણે કહ્યુ કે, 'મને ખબર નથી કે નેહા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ બધી પોસ્ટ મારી સાથે કેમ જોડવામાં આવી હતી જ્યારે મને આના વિશે બધી ખબર હતી કે તે મારા માટે નહોતા. તેને મીડિયાએ હંમેશાથી ખોટો માન્યો હતો.' હિમાંશે કહ્યુ હતુ કે, 'સંબંધો અને બ્રેકઅપ જીવનનો એક સામાન્ય ભાગ છે. ક્યારેક-ક્યારેક, બે લોકો એક સાથે હોવાનો અહેસાસ થયા બાદ કે તે એકબીજા સાથે નથી રહી શકતા. એવુ થાય છે અને આવુ જ અમારી સાથે થયુ હતુ.'

નેહાના લગ્નની અફવાઓ આદિત્ય નારાયણ સાથે પણ આવી હતી

નેહાના લગ્નની અફવાઓ આદિત્ય નારાયણ સાથે પણ આવી હતી

આ પહેલા નેહાના લગ્નની અફવાઓ ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ સાથે આવી હતી. જ્યારે આદિત્ય નારાયણ ઈન્ડિયન આઈડલ શોને હોસ્ટ કરી રહ્યા હતા અને નેહા ત્યાં જજ હતી. જેના પર ઉદિત નારાયણે સફાઈ આપતા કહ્યુ હતુ કે તેમના દીકરાના લગ્ન નેહા સાથે નથી થઈ રહ્યા. રોહનપ્રીતને હાલમાં જ બિગબૉસ ફેમ શહેનાઝ ગિલના શો મુઝસે શાદી કરોગેમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવામાં આવ્યો હતો. નેહા અને રોહનપ્રીત બંનેએ લગ્નની અફવાઓ પર કંઈ કહ્યુ નથી. રોહનની મેનેજર અને નેહાની દોસ્તે આ અફવા નકારી છે. 'ઈન્ડિયાઝ રાઈઝીંગ સ્ટાર'ના ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલ રોહનપ્રીત અને નેહાએ હાલમાં જ એકસાથે 'ડાયમંડ દા છલ્લા' ગીત ગાયુ હતુ જે ઘણુ વાયરલ થુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X