વીડિયોઃ પ્રિયા પ્રકાશની આંખોના એક જ ઈશારામાં ઘાયલ રોશન
પોતાની આંખોના બાણ ચલાવીને આખા દેશને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશ વેરિયર ફરીથી એકવાર પાછી આવી છે. પ્રિયા પ્રકાશે રાતોરાત પોતાની આંખોના ઈશારાથી દેશના નવયુવાનોને પોતાના દિવાના બનાવી દીધા હતા.
પોતાની આંખોના બાણ ચલાવીને આખા દેશને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશ વેરિયર ફરીથી એકવાર પાછી આવી છે. પ્રિયા પ્રકાશે રાતોરાત પોતાની આંખોના ઈશારાથી દેશના નવયુવાનોને પોતાના દિવાના બનાવી દીધા હતા. હવે ફરીથી એક વાર પોતાના વાયરલ વીડિયોમાં તે પોતાની આવનારી ફિલ્મ 'ઓરુ અદાર લવ' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ પ્રમોશનમાંથી તેનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. જુઓ શું છે ખાસ આ વીડિયોમાં -

ફરીથી એક વાર વાયરલ થયો પ્રિયાનો વીડિયો
ઈન્ટરનેટ સેન્શેશન પ્રિયા પ્રકાશ વેરિયર ફરીથી એક વાર પોતાના નેનોથી ઘાયલ કરવા આવી ગઈ છે. પ્રિયા પ્રકાશનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ફેમસ જૂના અંદાજમાં આંખોથી ઈશારા કરી રહી છે અને આ વખતે પણ ઈશારાથી ઘાયલ રોશન અબ્દુલ રઉફ જ થઈ રહ્યો છે. પ્રિયા પ્રકાશ અને રોશન અબ્દુલ રઉફ પોતાની આવનારી ફિલ્મ ‘ઓરુ અદાર લવ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
|
રોશનના દિલ પર લાગ્યા પ્રિયાના તીર
પ્રમોશન દરમિયાન બંનેનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ પોતાની ફિલ્મના હિટ સીનને રીપિટ કરતી જોવા મળે છે. પ્રિયા પોતાની આંખોથી ગોળી મારે છે અને તે સીધી તેના હીરો રોશન અબ્દુલને વાગે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જલ્દી જ થિયેટરોમાં રીલિઝ થવાની છે.
|
60 લાખને પાર થયા ઈન્સ્ટા ફોલોઅર્સ
વેલેન્ટાઈન્સ ડે ના થોડા દિવસ પહેલા પ્રિયા પ્રકાશ વેરિયરના એક વીડિયોએ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી હતી. પ્રિયાની ફિલ્મ ઓરુ અદાર લવના ગીત મનિકયા મલરાયા પૂરી ગીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે આંખ મટકાવતી જોવા મળે છે. આ વીડિયો એટલો વાયરલ થયો કે તેને નેશનલ ક્રશનો ખિતાબ મળી ગયો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ 60 લાખને પાર પહોંચી ગઈ છે.












Click it and Unblock the Notifications
