Pics : કંગનાની ક્વીન, માધુરીનો યુદ્ધ, સન્નીની હૉટનેસ પાથરશે માર્ચ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 22 ફેબ્રુઆરી : ફેબ્રુઆરી માસ પૂરો થવાના આરે છે અને માર્ચના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બૉલીવુડ ફિલ્મોની દૃષ્ટિએ જોઇએ તો હવે ફેબ્રુઆરીમાં એકમાત્ર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ રિલીઝ થવાની બાકી છે અને પછી શરૂ થશે માર્ચ મહીનો કે જેમાં એક-બે નહીં, પણ છ-છ મહત્વની ફિલ્મો રિલીઝ થવાની છે.

ફેબ્રુઆરી માસમાં અનેક મહત્વની ફિલ્મો રિલીઝ થઈ કે જેમાં હર્ટલેસ, હસી તો ફસી, બબલૂ હૅપ્પી હૈ, યા રબ, ગુન્ડે, હાઈવે, ડર એટ ધ મૉલ તથા ચિલ્ડ્રન ઑફ વૉરનો સમાવેશ થાય છે. આમાંની હાઈવે અને ગુન્ડે મોટા બજેટની ફિલ્મો હતી, તો આ માસના અંતે એટલે કે 28મી ફેબ્રુઆરીએ વધુ એક મોટા બૅનર હેઠળની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ રિલીઝ થવાની છે. તેમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તર લીડ રોલમાં છે.

હવે વાત કરીએ માર્ચની, તો માર્ચમાં પણ અનેક મોટી હસ્તીઓ રૂપેરી પડદા ઉપર ધડાકા કરશે કે જેમાં કંગના રાણાવત, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, શિલ્પા શેટ્ટીની ફિલ્મોનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે જોઇએ માર્ચમાં મૂવીઝનો મેળાવળો :

ફેબ્રુઆરીની છેલ્લી ફિલ્મ

ફેબ્રુઆરીની છેલ્લી ફિલ્મ

ફેબ્રુઆરી માસની છેલ્લી ફિલ્મ હશે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ. પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તર લીડ રોલમાં છે.

પહેલા અઠવાડિયે જોરદાર ટક્કર

પહેલા અઠવાડિયે જોરદાર ટક્કર

માર્ચ માસના પહેલા જ અઠવાડિયે બૉક્સ ઑફિસ ઉપર જોરદાર ટક્કર થશે, કારણ કે 7મી માર્ચે એક સાથે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમાં કંગના રાણાવતની ક્વીન ફિલ્મનો સમાવેશ થાય છે. જોકે તે 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. વિકાસ બહલ દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજકુમાર યાદવ પણ છે. આ કૉમેડી ફિલ્મમાં એક યુવતી એકલી વિદેશ જઈ હનીમૂન મનાવવાની વાત દર્શાવાઈ છે.

ગુલાબ ગૅંગનો કોહરામ

ગુલાબ ગૅંગનો કોહરામ

માધુરી દીક્ષિત અને જુહી ચાવલા રૂપેરી પડદે ધડાકાભેર કમબૅક કરી રહ્યાં છે. તેમની ફિલ્મ ગુલાબ ગૅંગ પણ 7મી માર્ચે જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો રોલ સમ્પત પાલ પર આધારિત છે, જ્યારે જુહીએ રાજકારણી તરીકે ખલનાયકનો રોલ ભજવ્યો છે. સૌમિક સેન દિગ્દર્શિત આ ફિલ્મ સમાજ તથા રાજકારણના ટકરાવની વાર્તા કહેશે.

ટોટલ સિયાપા પણ

ટોટલ સિયાપા પણ

7મી માર્ચે જ વધુ એક કૉમેડી ફિલ્મ ટોટલ સિયાપા રિલીઝ થશે. સ્પેશિયલ 26 અને ઍ વેડનસડે જેવી ફિલ્મો બનાવનાર નીરજ પાન્ડેની આ ફિલ્મ કૉમેડીની આસપાસ ફરે છે. ફિલ્મમાં અલી ઝફ તથા યામી ગૌતમ લીડ રોલમાં છે. ફિલ્મનો સાર એ છે કે એક પાકિસ્તાની યુવાનને એક ભારતીય યુવતી સાથે પ્રેમ થઈ જાય છે.

સોનમનું રોમાંસ

સોનમનું રોમાંસ

માર્ચના બીજા અઠવાડિયા રૂપેરી પડદે છવાશે સોનમ કપૂરનું રોમાંસ. 14મી માર્ચે બેવકૂફિયાં રિલીઝ થશે. નૂપુર અસ્થાના દિગ્દર્શિત બેવકૂફિયાં ફિલ્મમાં આયુષ્માન ખુરાના હીરો છે. પહેલી વાર સોનમ રૂપેરી પડદે સ્મૂચ નજરે પડશે. ફિલ્મમાં સોનમે બિકિની અને કિસિંગ સીન્સ પણ આપ્યાં છે.

સન્નીની હૉટનેસ

સન્નીની હૉટનેસ

માર્ચના ત્રીજા અઠવાડિયે છવાશે સન્ની લિયોનની હૉટનેસ. રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2 ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સન્ની લિયોન લીડ રોલમાં છે. એકતા કપૂર નિર્મિત ફિલ્મમાં સન્ની પોસ્ટર ઉપર ન્યુડ દેખાય છે. આ એક હૉરર ફિલ્મ છે અને તેમાં સન્ની લિયોને ઘણા બધા હૉટ દૃશ્યો પણ આપ્યાં છે.

છેલ્લા અઠવાડિયે ધમાલ

છેલ્લા અઠવાડિયે ધમાલ

માર્ચના છેલ્લા અઠવાડિયા બૉક્સ ઑફિસ ઉપર ધમાલ છવાઈ જશે, કારણ કે 28મી માર્ચના રોજ એક સાથે પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીનો પણ સમાવેશ થાય છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, સારા જૅન ડિયાસ, બિલાલ અમરોહી, સારા લૉરેન અને મંદિરા બેદી જેવા કલાકારો છે.

હૅપ્પી એન્ડિંગ

હૅપ્પી એન્ડિંગ

28મી માર્ચે રિલીઝ થનાર બીજી ફિલ્મ છે સૈફ અલી ખાનની ચર્ચિત ફિલ્મ હૅપ્પી એન્ડિંગ. રાજા નિધિમોરૂ તથા કૃષ્ણા ડીકે દિગ્દર્શિત હૅપ્પી એન્ડિંગમાં સૈફ રોમાંસની સાથે-સાથે કૉમેડી કરતાં નજરે પડશે. ફિલ્મમાં તેમની સાથે ઇલિયાના ડીક્રૂઝ તથા કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં છે.

રાહુલની વાર્તા

રાહુલની વાર્તા

28મી માર્ચે રિલીઝ થનાર ત્રીજી ફિલ્મ છે યંગિસ્તાન કે જેની વાર્તા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રેરિત કહેવાય છે. યંગિસ્તાનમાં મુખ્ય ભૂમિકા જૅકી ભાગનાની તથા નેહા શર્મા ભજવી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મના નામ સામે એક કોલ્ડ ડ્રિંક કમ્પનીને વાંધો પડ્યો છે.

ઢિશકિયાઉં

ઢિશકિયાઉં

28મી માર્ચે ચોથો ધડાકો થશે શિલ્પા શેટ્ટીની ફિલ્મ ઢિશકિયાઉં રૂપે. હરમન બાવેજા અને સન્ની દેઓલના લીડ રોલ ધરાવતી ઢિશકિયાઉં ફિલ્મ શિલ્પા શેટ્ટી નિર્મિત પ્રથમ છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક આયટમ સૉંગ પણ કરી રહ્યાં છે.

સ્ટેશન

સ્ટેશન

સાદ ખાનની ફિલ્મ સ્ટેશન પણ 28મી માર્ચે જ રિલીઝ થવાની છે. ફિલ્મના નિર્માતા સુભાષ ઘોષ છે.ફિલ્મની વાર્તા ત્રણ હત્યારાઓ પર કેન્દ્રિત છે. ફિલ્મ એક રેલવે સ્ટેશને ઇંતેજાર દરમિયાન હત્યારાઓની શંકાઓની તપાસ કરે છે.

English summary
There are Gulaab Gang, Queen, Ragini MMS 2 and about nine films will hits box office in March, 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.