વાંધો CBFC સામે નથી, સમાજ સામે છે: એક્તા કપૂર

Written By:
Subscribe to Oneindia News

મહિલાઓના વિષય પર બનેલ ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. સીબીએફસી(સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) સાથેની અનેક લડાઇઓ બાદ આખરે અલંક્રિતા શ્રીવાસ્તવની આ ફિલ્મનું ટ્રેલર બુધવારે મુંબઇમાં લોન્ચ થયું હતું. આ ટ્રેલર લોન્ચમાં ફિલ્મની ડિસ્ટ્રીબ્યૂટર એક્તા કપૂરે કહ્યું કે, તેને સીબીએફસી સામે કોઇ વાંધો નથી, વાંધો સમાજ સામે છે.

સીબીએફસી સાથે કોઇ પ્રોબ્લેમ નહીં

સીબીએફસી સાથે કોઇ પ્રોબ્લેમ નહીં

એક્તાએ કહ્યું કે, મને સીબીએફસી સામે નહીં, સમાજ સામે વાંધો છે. તમે કોઇ પણ યુવતી કે મહિલાની રોજીંદી લાઇફ પર એક નજર કરો તો તમને ખ્યાલ આવશે કે, તેણે હંમેશા પોતાની જાતને સાબિત કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડે છે. આ ફિલ્મ સમાજનો અરીસો છે અને મારા માટે ખૂબ ખાસ છે.

આ આંગળી સીબીએફસી માટે નથી

આ આંગળી સીબીએફસી માટે નથી

ફિલ્મના પોસ્ટરમાં મધ્ય આંગળીના સ્થાને લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, આ આંગળી સીબીએફસી તરફ નહીં, સમાજ તરફ કરવામાં આવી છે. જે મહિલાઓને સ્વતંત્ર થતાં રોકે છે, જે મહિલાઓને પોતાનો અવાજ દબાવવા મજબૂર કરે છે.

રત્ના પાઠક શાહના મતે આ ફિલ્મ રમૂજી છે

રત્ના પાઠક શાહના મતે આ ફિલ્મ રમૂજી છે

આ ફિલ્મમાં ચાર સ્ત્રીઓ અંગે વાત કરવામાં આવી છે, ફિલ્મની ચારેય એક્ટ્રેસમાં રત્ના પાઠક શાહ સૌથી સિનિયર એક્ટર છે. તેમણે આ ફિલ્મ અંગે વાત કરતાં કહ્યું કે, આ ફિલ્મ પર અનેક લેબલો લગાવવાની કોઇ જરૂર જ નથી. મેં આ ફિલ્મ કરી કારણ કે, મારા મતે ફિલ્મની વાર્તા ખૂબ રસપ્રદ અને રમૂજી છે.

જીએસટી અંગે પણ કરી વાત

જીએસટી અંગે પણ કરી વાત

ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં જીએસટી લાગુ થનાર છે. તેમણે અહીં આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, લિપસ્ટિકની સાથે જ સેનિટ્રી પેટ પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે, જેની કોઇ જરૂરિયાત નથી. વુમન હાઇજિન માટે સેનિટ્રિ પેડ્સ જરૂરી છે, આથી સરકારે તેની પર ટેક્સ ન લગાવવો જોઇએ.

સીબીએફસી સાથે પ્રોડ્યૂસરની લડાઇ

સીબીએફસી સાથે પ્રોડ્યૂસરની લડાઇ

'લિપસ્ટિક અંડર માય બુરખા'નો વિષય ઘણો બોલ્ડ છે. આ ફિલ્મમાં ચાર સ્ત્રીઓ, તેમની જાતિય ઇચ્છાઓ અને સ્વતંત્રતા અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મના વિવાદિત વિષયને કારણે પ્રોડ્યૂસર પ્રકાશ ઝાએ સીબીએફસી સામે ઘણી લાંબી લડત આપવી પડી હતી. આખરે 6 મહિનાના સંઘર્ષ બાદ 'એ' સર્ટિફિકેટ સાથે આ ફિલ્મનું ટ્રેલર પાસ કરવામાં આવ્યું.

સમગ્ર સ્ટારકાસ્ટ હાજર

આ ટ્રેલર લોન્ચ અને પ્રેસ કોન્ફરન્સમાં એક્તા કપૂર અને ડાયરેક્ટર અલંક્રિતા શ્રીવાસ્તવ સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, અહના કુમાર અને પ્લબિતા બોર્થાકર જોવા મળ્યા હતા. આ ફિલ્મ 21 જુલાઇના રોજ રિલીઝ થનાર છે.

English summary
No Issues With CBFC, Problem Is With Society: Ekta Kapoor At Lipstick Under My Burkha Trailer Launch.
Please Wait while comments are loading...