કોઈ આયટમ સૉંગ નથી વૉર છોડ ના યાર ફિલ્મમાં
મુંબઈ, 8 મે : વૉર છોડ ના યાર ફિલ્મ સાથે દિગ્દર્શનની શરુઆત કરી રહેલાં ફરાઝ હૈદર કહે છે કે તેમની આ ફિલ્મમાં કોઈ પણ આયટમ સૉંગનો સમાવેશ કરાયો નથી.

બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન અને અભિનેતા શરમન જોશીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફરાઝે જણાવ્યું - અમે ફિલ્મમાં કોઈ આયટમ સૉંગ નથી રાખ્યું, પરંતુ અમે સોહા અને શરમન સાથે ફિલ્મનું મુખ્ય ગીત ફિલ્માવવાના છીએ.
તેમણે જણાવ્યું - હકીકતમાં ફિલ્મમાં બે મુખ્ય ગીતો હશે. એક ગીત સૈનિકોના મનપસંદ સ્ટાર્સ સાથે હશે અને બીજામાં સેનાના જવાનો પોતે હશે. ફિલ્મ ઓછા ખર્ચે પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યાં છે. સમગ્ર શૂટિંગ બીકાનેરમાં થયું છે. બીકાનેર ખાતે જ દેશની સરહદે સેટ લગાવાયું તથા બજેટને અંકુશમાં રાખવાનાં પ્રયત્નો કર્યાં. તેનો શ્રેય ફિલ્મની ટીમને ફાળે જાય છે.
ફરાઝ હૈદરે જણાવ્યું - ફિલ્મનો કેટલોક ભાગ અમે દિલ્હીમાં પણ શૂટ કરવાનાં છીએ. હૈદરે ઓય લકી ઓય લકી ફિલ્મમાં દિગ્દર્શક દિબાકર બૅનર્જી સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. વૉર છોડ ના યાર ફિલ્મનું નિર્માણ મલયામલ ફિલ્મ નિર્માતા પ્રશાંત નારાયણ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
