ભટ્ટ સાહેબ, માફી માંગવાની જરૂર નથી : સલમાન
મુંબઈ, 11 જાન્યુઆરી : સૈફઈ મહોત્સવમાં ભાગ લેવા બદલ આલિયા ભટ્ટની બહુ ટીકાઓ થઈ છે. તે પછી તેમના પિતા અને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે પોતાની દીકરીના આવા વ્યવહાર બદલ માફી માંગી છે, પરંતુ અભિનેતા સલમાન ખાને જણાવ્યું છે કે મહેશ ભટ્ટે પોતાની દીકરીના ઉછેર અને આચરણ બદલ માફી માંગવાની જરૂર નથી.

દરમિયાન આલિયાના બહેન અને ફિલ્મ નિર્માતા-અભિનેત્રી પૂજા ભટ્ટે પણ પોતાના પિતા મહેશ ભટ્ટનો બચાવ કરતાં જણાવ્યું કે તેમના પિતા પોતાની જવાબદારી બજવવામાં ક્યારેય નિષ્ફળ નિવડ્યાં નથી. મહેશ ભટ્ટે ગઈકાલે માફી માંગતા જણાવ્યુ હતું કે ક્યાંક તેમના ઉછેરમાં ખામી રહી ગઈ હશે કે જેથી તેમની વીસ વરસની દીકરી આલિયા સૈફઈમાં પ્રસ્તુતિ આપવા ગયાં.












Click it and Unblock the Notifications
