સલમાન સાથે કોઈ અંગત અદાવત નથી : શાહરુખ ખાન
મુંબઈ, 3 નવેમ્બર : બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાને શનિવારે પોતાના 48મા જન્મ દિવસ પ્રસંગે જણાવ્યું કે અભિનેતા સલમાન ખાન અને તેમની વચ્ચે કોઈ પણ જાતની અદાલત કે અહમ્ નથી.

નોંધનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકી દ્વારા ગત મહીને યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે અદ્ભુત મિલન તો થયું અને મીડિયાએ ચર્ચા છેડી દીધી કે બંને વચ્ચેની દુશ્મની કદાચ ખતમ થઈ ગઈ. એટલું જ નહીં, બંને જે રીતે ઉત્સાહપૂર્વક એક-બીજાને ભેટ્યા હતાં, તેથી લાગ્યુ હતું કે આગામી સમયમાં અવારનાર અમુક પ્રસંગોએ બંને મળશે અને દુશ્મનીના વાદળા વિખેરાતાં જશે.












Click it and Unblock the Notifications
