રાજ ઠાકરેને બદનામ કરવામાં આરોપમાં તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ
બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુમંત દાસ નામના એક વ્યક્તિએ તનુશ્રી દત્તા સામે આ ફરિયાદ રાજ ઠાકરે અને તેની પાર્ટીને બદનામ કરવાના આરોપમાં નોંધાવી છે.
બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુમંત દાસ નામના એક વ્યક્તિએ તનુશ્રી દત્તા સામે આ ફરિયાદ રાજ ઠાકરે અને તેની પાર્ટીને બદનામ કરવાના આરોપમાં નોંધાવી છે. સુમંત દાસે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કેજ પોલીસ સ્ટેશનમાં તનુશ્રી દત્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટીની તુલના આઈએસઆઈએસ સાથે કરીને તેને એક હિંસક પાર્ટી ગણાવી હતી.
આ પણ વાંચો: તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન, સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન
આપને જણાવી દઈએ કે નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટી પર પણ ગુસ્સો કાઢ્યો હતો. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 વર્ષ પહેલા ફિલ્મના સેટ પર નાના પાટેકરે એમએનએસ પાર્ટી કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી હતી.

રાજ ઠાકરેની એમએનએસ પાર્ટી ફક્ત એક પાર્ટી નથી
તનુશ્રી દત્તાએ આ વિશે વાત કરતા આગળ કહ્યું કે રાજ ઠાકરેની એમએનએસ પાર્ટી ફક્ત એક પાર્ટી નથી, પરંતુ તેની વિચારધારા અલકાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠન જેવી છે. તેઓ હિંસક, વિઘટનકારી અને સાંપ્રદાયિક છે. કોઈ પણ તમને તેના વિશે જણાવી શકે છે. તનુશ્રી દત્તાએ જણાવ્યું કે તેઓ તે સમયે ગભરાઈને ચૂપ થઇ ગયા હતા પરંતુ હવે તેઓ આ મામલે ચૂપ નહીં રહે.

એમએનએસ પાર્ટી યુથ વિંગે ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો
તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટીને ગુંડાઓની પાર્ટી ગણાવીને દાવો કર્યો હતો કે બાલ ઠાકરેની ખુરશી રાજ ઠાકરેને નહીં મળી એટલા માટે તેઓ પોતાને સાબિત કરવા માટે પોતાના ગુંડાઓ મોકલીને તોડફોડ કરે છે. હાલમાં એમએનએસ પાર્ટી યુથ વિંગે બિગ બોસ મેકર્સને ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો હતો. એમએનએસ ઘ્વારા ધમકી આપવામાં આવી હતી કે તનુશ્રીને બિગ બોસમાં લેશે તો તેમની પાર્ટી આખો સેટ બરબાદ કરી નાખશે.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા
અભિનેત્રી તનુશ્રી દત્તાએ સાફ શબ્દોમાં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ પોલિટિકલ પાર્ટીને બોલાવીને તેની ગાડી પર હુમલો પણ કરાવ્યો. પરંતુ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પણ તેને સપોર્ટ નહીં કર્યો.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ
તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
