Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સત્યમેવ જયતે 2: નોરા ફતેહીનુ નવુ ગીત કુસૂ કુસૂ રિલીઝ, ડાંસ મૂવ્ઝથી ઉડાવ્યા ફેન્સના હોશ, જુઓ Video

સત્યમેવ જયતેમાં દિલબર ગીતથી લોકપ્રિય બનેલી નોરા ફતેહીનુ નવુ ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે.

મુંબઈઃ સત્યમેવ જયતેમાં દિલબર ગીતથી લોકપ્રિય બનેલી નોરા ફતેહીનુ નવુ ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ગીત જૉન અબ્રાહમની આવનારી ફિલ્મ 'સત્યમેવ જયતે 2'થી છે. નોરા ફતેહીના સેક્સી ડાંસ મૂવ્ઝ 'સત્યમેવ જયતે 2'ના 'કુસૂ કુસૂ' ગીતમાં જોવા મળ્યા છે. ફેન્સને એક વાર ફરીથી નોરા ફતેહીએ પોતાના બેલે ડાંસથી ખુશ કરી દીધા છે. નોરા ફતેહીએ પોતાના ડાંસ વીડિયોને શેર કરીને જણાવ્યુ કે તેની ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. નોરા ફતેહી સત્યમેવ જયતે 2માં ડાંસ સૉન્ગ કરતા જોવા મળી રહી છે. આ ગીતનુ નામ છે કુસૂ કુસૂ. આ ગીતને કેટલી હદે પસંદ કરવામાં આવી રહ્યુ છે તેનો અંદાજ તમે થોડી મિનિટોમાં જ આવેલા હજારો વ્યૂઝથી લગાવી શકો છો.

ધમાકેદાર ડાંસ બેલે સ્ટેપ્સ

ધમાકેદાર ડાંસ બેલે સ્ટેપ્સ

નોરા ફતેહીના આ ગીતમાં તે ધમાકેદાર ડાંસ બેલે સ્ટેપ્સથી ફેન્સનુ દિલ જીતતી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ તે સિલ્વર ગ્લિટરવાળા આઉટફિટમાં જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ તે બ્લેક ટ્રાન્સપરન્ટ સેક્સી ડ્રેસમાં પણ ડાંસ કરતી જોવા મળી રહી છે. એક વાર ફરીથી નોરાએ પોતાના આ ગીતથી ફેન્સને એટ્રેક્ટ કર્યા છે.

નોરા ઉપરાંત જૉન અબ્રાહમની પણ ઝલક

નોરા ઉપરાંત જૉન અબ્રાહમની પણ ઝલક

નોરા ફતેહીના કુસૂ કુસૂ ગીત વિશે વાત કરીએ તો આનુ મ્યુઝિક તનિષ્ક બાગચીએ આપ્યુ છે. વળી, ગીતના બોલ પણ તનિષ્ક બાગચીએ જ લખ્યા છે. જેનો સાથ રશ્મિ વિરાગે આપ્યો છે. ગીતને જેહરા ખાન અને દેવ નાગીએ અવાજ આપ્યો છે. ગીતમાં નોરા ઉપરાંત જૉન અબ્રાહમની પણ ઝલક જોવા મળે છે.

નોરા ફતેહીનુ વર્કફ્રન્ટ

નોરા ફતેહીનુ વર્કફ્રન્ટ

નોરા ફતેહીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ પહેલા અજય દેવગણની ફિલ્મ ભૂજ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયામાં જોવા મળી હતી. હવે તે સત્યમેવ જયતે 2માં પણ આઈટમ સૉન્ગ કરતી જોવા મળશે. આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા તે કમરિયા, દિલબર દિલબર, ગરમી જેવા ઘણા સુપરહિટ આઈટમ સૉન્ગમાં જોવા મળી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X