વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, અદાઓમાં નોરા ફતેહીનો કોઈ જવાબ નથી, હવે સોનેરી સાડીમાં આગ લગાવી!
નોરા ફતેહી તેની સ્ટાઈલ અને ડાન્સને લઈને બોલિવૂડમાં એક અલગ ઓળખ ધરાવે છે. લાખો લોકો નોરા ફતેહીના દિવાના છે ત્યારે તે પણ ફેન્સને ઘાયલ કરવાનો એક મોકો છોડતી નથી.
નોરા ફતેહી તેની સ્ટાઈલ અને ડાન્સને લઈને બોલિવૂડમાં એક અલગ ઓળખ ધરાવે છે. લાખો લોકો નોરા ફતેહીના દિવાના છે ત્યારે તે પણ ફેન્સને ઘાયલ કરવાનો એક મોકો છોડતી નથી. હવે નોરા ફતેહીએ સ્ટાઈલિસ્ટ લહેંગામાં આગ લગાવી છે.

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર
નોરા ફતેહીની ફેશન સેન્સની બોલિવૂડમાં ચર્ચા થાય છે ત્યારે હવે તેને ફરી એક વખત તેની અદાઓનો જાદુ ચલાવ્યો છે. હાલમાં જ નોરા ફતેહીએ તેની સ્ટાઈલથી ઈન્ટરનેટનો પારો ઉચક્યો છે.

નોરા ફતેહી દરેક લુકમાં સુંદર લાગે છે
નોરા ફતેહી હાલમાં જ કપિલ શર્મા શોના સેટ પર જોવા મળી હતી. અહીં તે એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. નોરા સોનેરી સાડીમાં કમાલની ખૂબસુરત લાગી રહી હતી.

ગોલ્ડન સાડીમાં પોઝ આપ્યા
ગોલ્ડન લહેંગા સ્ટાઇલ સાડીમાં નોરાની ખૂબસુરતી લોકોની ઘડકન અટકવવા પુરતી છે. ખુલ્લા વાળ અને મેચિંગ ઇયરિંગ્સમાં નોરાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેના આ લુકના ખુબ વખાણ થઈ રહ્યા છે.

નોરા એક્શન હીરોમાં જોવા મળશે
નોરા ફતેહી આ અઠવાડિયે કપિલ શર્મા શોમાં તેની ફિલ્મ એન એક્શન હીરોના પ્રમોશનમાં જોવા મળશે. આથી તે આ ફિલ્મના પ્રમોશન માટે કપિલના શોમાં એક ખાસ એપિસોડના શૂટ માટે પહોંચી હતી. અહીં નોરા સાથે અન્ય એક ખાસ વ્યક્તિ પણ હતી.

નોરા સાથે આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવત પણ હતા
અહીં નોરા ફતેહી સાથે ફિલ્મના કો સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવત પણ જોવા મળ્યા હતા. આયુષ્માન હંમેશાની જેમ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો., જયદીપ અહલાવત પણ લાંબા સમય પછી મોટા પડદા પર જોવા મળવાના છે.

નોરા ફતેહી એક સોંગમાં જોવા મળશે
નોરા ફતેહી આ ફિલ્મમાં અભિનય નહીં પરંતુ તે આયુષ્માન સાથે એક ગીતમાં જોવા મળશે. જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
