જુઓ તસવીરો : શાહિદ માટે ન્યુડ થયા રાજકુમાર યાદવ
મુંબઈ, 9 ઑક્ટોબર : ફિલ્મ કાઇ પો છેના હીરો રાજકુમાર યાદવ આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાહિદ અંગે બહુ ચર્ચામાં છે. ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે અને ફિલ્મને લઈને રાજકુમાર સખત મહેનત કરી રહ્યાં છે. ફિલ્મ માટે તેમની મહેનતનું અનુમાન આ જ બાબત ઉપરથી કરી શકાય કે ફિલ્મ માટે તેઓ ન્યુડ સીન પણ કરશે.
રાજકુમાર યાદવે આ અંગે જણાવ્યું - આ દૃશ્ય માટે તેઓ સહજ નહોતા, પણ તેમનું કહેવું છે કે તેઓ પોતાને મર્યાદાઓમાં બાંધવા નથી માંગતા. રાજકુમારે જણાવ્યું - હું પોતાને સીમાડાઓમાં બાંધવા નથી માંગતો, પણ લગ્ન દૃશ્ય આપતા અસહજ અનુભવુ છું.
નોંધનીય છે કે રાજકુમાર યાદવ છેલ્લે કાઇ પો છે ફિલ્મમાં દેખાયા હતાં. તે તેમની પ્રથમ ફિલ્મ હતી. ચેતન ભગતની નવલકથા પર આધારિત આ ફિલ્મ સફળ રહી હતી અને હવે રાજકુમાર શાહિદ ફિલ્મમાં આવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ શાહિદ ફિલ્મ અંગે વધુ વિગતો :

હંસલ મહેતા દિગ્દર્શક
શાહિદ ફિલ્મના દિગ્દર્શક હંસલ મહેતા છે.

રાજકુમાર માનવાધિકાર કાર્યકર
શાહિદ ફિલ્મમાં રાજકુમાર યાદવે એક વકીલ તથા માનવાધિકાર કાર્યકર શાહિદ આઝમીની ભૂમિકા ભજવી છે કે જેની 2010માં મુંબઈમાં હત્યા કરી દેવાઈ હતી.

ન્યુડ થવુ પડ્યું
રાજકુમાર યાદવે ફિલ્મના એક દૃશ્યમાં નગ્ન થવુ પડ્યું. આ સીનમાં શાહિદ આઝમી ઉપર અત્યાચાર કરવામાં આવે છે.

ડિમાંડ સામે સંમતિ
રાજકુમારે જણાવ્યું કે આ દૃશ્ય ફિલ્મની માંગ હતી અને મેં સમગ્ર રોલ સમજ્યા બાદ ન્યુડ સીન આપવા માટે સંમતિ આપી દીધી.

નીલ બાદ રાજ
રાજકુમાર યાદવ અગાઉ અભિનેતા નીલ નિતિન મુકેશે પણ જેલ ફિલ્મ માટે ન્યુડ સીન આપ્યુ હતું. હવે જોઇએ રાજકુમાર યાદવની આ કોશિશ કેવોક રંગ લાવે છે.












Click it and Unblock the Notifications
