ચરિત્ર અભિનેતા બનવા માંગે છે અક્ષય કુમાર
મુંબઈ, 13 ફેબ્રુઆરી : એક સમયે એક્શન હીરો તરીકે પ્રખ્યાત અક્ષય કુમાર હવે ચરિત્ર અભિનેતા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવા માંગે છે. તાજેતરમાં રિલીઝ થયેલી સ્પેશિયલ 26 ફિલ્મમાં શાનદાર અભિનય માટે વખાણ પ્રાપ્ત કરનાર અક્ષયે જણાવ્યું કે તેઓ દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવવા માંગે છે.

અક્ષય કુમારે એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું - મેં છેલ્લી અનેક ફિલ્મોમાં એક ગ્રુપ અભિનેતા તરીકે કામ કર્યું છે. મારી કોશિશ રહે છે કે હું અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરૂ. કાલે કોઈ મને જો વિલનનો રોલ ઑફર કરશે, તો હું કરીશ. હું જોઉ છું કે ફિલ્મોમાં વિલનનો રોલ હંમેશા મજબૂત હોય છે. તે માત્ર છેલ્લા સીનમાં જ હીરોથી માર ખાય છે. હું વિલનનો રોલ કરતા અગાઉ એમ નથી વિચારતો કે લોકો મારા વિશે શું કહેશે? હું એક ફિલ્મો ભાગ છું અને પોતાની ભૂમિકા સાથે ન્યાય કરુ છું. અક્ષય કુમારે અત્યાર સુધી ત્રણ ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે. છતાં લોકો તેમને પ્રેમ કરે છે, નફરત નહીં.
સ્પેશિયલ 26 ફિલ્મ અંગે અક્ષયનું કહેવું છે - આ ફિલ્મ મારા કૅરિયરની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી. તેનું પ્રથમ સપ્તાહનું બૉક્સ ઑફિસ કલેક્શન 25 કરોડ રહ્યું છે. અક્ષયનું કહેવું છે - મારા માટે ઍવૉર્ડ, સમીક્ષા અને ફિલ્મનો બિઝનેસ ત્રણેય મહત્વના છે. અનેક વાર ફિલ્મ સારો વ્યવસાય કરે છે, પણ આલોચકો તેને પસંદ નથી કરતાં, પરંતુ જો લોકો ફિલ્મના વખાણ કરે, ફિલ્મ બિઝનેસ પણ સારો કરે, તો ખુશી થાય છે.
અક્ષય કુમારે જણાવ્યું - સ્પેશિયલ 26 જોયા બાદ મિથુન ચક્રવર્તી મારી પાસે આવ્યાં અને મને અભિનંદન આપ્યાં અને જણાવ્યું કે આ એક બહેતરીન ફિલ્મ છે અને હું તેના રાઇટ્સ ખરીદી બંગાળીમાં બનાવીશ. અક્ષયે જણાવ્યું કે આ મારા માટે ખુશીની વાત હશે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
