વિજય દેવેરાકોંડાને નહીં પરંતું આ હેંડસમ વ્યક્તિને ડેટ કરી રહી છે અનન્યા પાંડે!
દાવો કરવામાં આવી રહ્યો છે કે અનન્યા પાંડે આ દિવસોમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. અનન્યા પાંડેનું નામ અગાઉ ઈશાન ખટ્ટર, કાર્તિક આર્યન અને વિજય દેવરાકોંડા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે અનન્યા પાંડે આ દિવસોમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. અનન્યા પાંડેનું નામ અગાઉ ઈશાન ખટ્ટર, કાર્તિક આર્યન અને વિજય દેવરાકોંડા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

અનન્યા પાંડે તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ જ્યારથી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી તે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડેનું નામ સૌથી પહેલા ઈશાન ખટ્ટર સાથે જોડાયું હતું, જે શાહિદ કપૂરનો ભાઈ છે. બંનેએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો.

આ પહેલા પણ તેનું નામ સ્ટાર સાથે જોડાઈ ચુક્યુ છે
એવા પણ અહેવાલો છે કે 'ખાલી પીલી' ફ્લોપ થયા બાદ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અલગ થઈ ગયા હતા. કયા કારણસર બંનેએ એકબીજા સાથે સંબંધ તોડી નાખ્યા, તે કારણ આજ સુધી જાહેર થઈ શક્યું નથી, પરંતુ ઈશાનથી અલગ થતાં જ અનન્યા પાંડેનું નામ કાર્તિક આર્યન સાથે જોડાવા લાગ્યું હતું.

કાર્તિક આર્યન સાથે પણ નામ જોડાયુ હતું
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ 'પતિ પત્ની ઔર વો'માં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હતી. જો કે, અનન્યા અને કાર્તિકના પતિ-પત્ની સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ તેમના રસ્તા પણ અલગ થઈ ગયા છે.

કાર્તિક બાદ વિજય દેવેરાકોંડા સાથે અફેરના સમચાર હતા
કાર્તિક આર્યન બાદ અનન્યા પાંડેના વિજય દેવેરાકોંડા સાથેના કેટલાક ફોટા વાયરલ થયા હતા. અનન્યા અને વિજય કરણ જોહરની એક પાર્ટીમાં સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા, જેના ફોટા ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયા હતા.

હવે અનન્યાનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાયુ
જો લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા અને વિજય વચ્ચે પણ અંતર આવી ગયું છે. આ દિવસોમાં અનન્યા પાંડે બોલિવૂડના હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે હજુ સુધી સાથે જોવા મળ્યા નથી પરંતુ આ બંને વચ્ચે પ્રેમની ગાડી પૂરપાટ ઝડપે ચાલી રહી છે.

હાલ બન્ને સાથે જોવા મળી રહ્યાં છે
અનન્યા અને આદિત્ય વચ્ચે પ્રેમનું ફૂલ ક્યારે ખીલ્યું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ બંને સ્ટાર્સ એકબીજાની કંપનીને પસંદ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
