• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જર્મન ભાષામાં ડબ થશે શ્રીદેવીની ઇંગ્લિશ વિંગ્લિશ

|

મુંબઈ, 15 માર્ચ : ફિલ્મકાર ગૌરી શિંદેની ઇંગ્લિશ વિંગ્લિશ એક એવી ફિલ્મ રહી છે કે જેણે પોતાના મુખ્ય પાત્રને અંગ્રેજી ભાષા પ્રત્યેના અવરોધોમાંથી ઉગરતાં બતાવી પોતાના લિખિત સંદર્ભમાં ભાષાકીય દ્વાર ખોલ્યાં છે, પરંતુ એવું લાગે છે કે ફિલ્મ પટકથા ઉપરાંત પણ ભાષાકીય સીમાડાઓ ઓળંગી રહી છે.

sridevi

જાણવા મળ્યા મુજબ શ્રીદેવી અભિનીત ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ જર્મન ભાષામાં ડબ થઈ રહી છે અને આવતા મહીને જર્મનીમાં તે રિલીઝ થવાની છે. ફિલ્મ નિર્માતા ઇરોઝ ઇંટરનેશલના એક સૂત્રે જણાવ્યું - અમે ઇંગ્લિશ વિંગ્લિશનું ડબિંગ કરી જર્મન આવૃત્તિ રજૂ કરીશું. અમે 20 પ્રિંટ્સ સાથે મે-2013માં જર્મનીમાં ફિલ્મને રિલીઝ કરીશું.

સૂત્રે જણાવ્યું - આ ઉપરાંત આ સપ્તાહના અંતે અમે આ ફિલ્મને કૅંટોનીઝ સબ-ટાઇટલ્સ સાથે હૉંગકૉંગ ખાતેના સાત થિયેટરોમાં રિલીઝ કરવાં જઈ રહ્યાં છે. એક દિવસમાં ફિલ્મના 29 શો થશે. હૉંગકૉંગમાં કોઈ પણ ભારતીય ફિલ્મની આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે. ખાસ બાબત એ છે કે ઇંગ્લિશ વિંગ્લિશ ધ ડાયરેક્ટર્સ ક્લબમાં પણ રિલીઝ કરાઈ રહી છે કે જ્યાં સામાન્ય રીતે હિન્દી ફિલ્મો રિલીઝ થત નથી.

હૉંગકૉંગ ખાતે ઇંગ્લિશ વિંગ્લિશની રિલીઝિંગ અંગે શ્રીદેવીએ જણાવ્યું - હું ખૂબ ખુશ છું અને આશા સેવું છું કે આ ફિલ્મનું અન્ય ભાષાઓમાં પણ ડબિંગ તેમજ પ્રદર્શન થશે, કારણ કે દુનિયાના તમામ ગેર-અંગ્રેજી ભાષી લોકો પોતાને આ ફિલ્મ સાથે જોડીને જોઈ શકશે. બીજી બાજુ આ ફિલ્મના દિગ્દર્શક ગૌર શિંદે પણ આ વાતથી ખૂબ રોમાંચિત છે.

English summary
Sridevi's comeback movie English Vinglish is being dubbed into German and will be released in the country next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more