સામંથા રૂથ પ્રભુની દિવાનગીમાં ફેન્સે મંદિર બનાવી દીધુ, હવે બર્થ ડે પર આ કામ કરશે
ફિલ્મી સિતારાઓને લઈને ફેન્સમાં ગજબની દિવાનગી જોવા મળે છે. પોતાના પ્રિય સ્ટાર માટે ફેન્સ હદ વટાવતા જોવા મળે છે. આવી જ એક દિવાનગીનો કિસ્સો સાઉથ ફિલ્મની ઈન્ડ્રસ્ટ્રીમાંથી સામે આવ્યો છે. અહીં ફેન્સે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની દિવાનગીમાં મંદિર બનાવી દીધુ છે.
પોતાના ગમતા સ્ટાર માટે મંદિર બનાવવા એ દક્ષિણ ભારતમાં નવો ટ્રેન્ડ નથી. નયનથારા, હંસિકા મોટવાણી અને નમિતા પછી હવે સમન્થા રુથ પ્રભુનું પણ મંદિર બન્યુ છે. આ ફેનનું નામ તેનાલી સંદીપ છે. તેણે તેની પ્રિય અભિનેત્રી પર પ્રેમ વરસાવવા અનોખી રીત શોધી કાઢી છે.

આ ક્રેઝી ફેન આંધ્ર પ્રદેશમાં બાપાટલા પાસેના અલ્લાપાડુ ગામમાં સામંથા રૂથ પ્રભુના નામે મંદિર બનાવી રહ્યો છે. અભિનેત્રીની કથિત મૂર્તિની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અહીં દાવો કરવામાં આવ્યો છે કે ફેનની સામંથાના જન્મદિવસ 28 એપ્રિલના રોજ મૂર્તિનું અનાવરણ કરવાની યોજના છે. પહેલાથી જ નયનથારા, હંસિકા મોટવાણી અને નમિતા માટે બનેલા મંદિરો તમિલનાડુમાં છે.
સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ ફેન હજુ સુધી સામંથા રૂથ પ્રભુને પણ મળ્યો નથી. તેનાલી સંદીપ ન માત્ર સામંથાની ફિલ્મોનો ફેન છે પરંતુ તેના દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોથી તે ખૂબ જ ખુશ છે.
તમને જણાવી દઈએ કે સામંથા પ્રત્યુષા ફાઉન્ડેશન દ્વારા સામાજિક કામો કરે છે. સામંથાએ આ મંદિરને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી અને ન તો તેની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું છે.
સામંથાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શાકુંતલમને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સિવાય સમંથા ટૂંક સમયમાં સિટાડેલ ઈન્ડિયા અને કુશી ફિલ્મોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
